નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

સિદ્ધિઓ

4/25/2024 3:44:57 AM

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં હોમગાર્ડઝ તથા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ દળના સભ્યો શ્રી જનક શુકલા, શ્રી મયુર જેઠવા, શ્રી જગદીશ પરીખ, શ્રી ગજેન્દ્ર બિહોલા, શ્રી પાર્થ રાણા, શ્રી સિરાજ શેખ ધ્વારા આપત્તિના સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મટે કામચલાઉ લાકડાનો પુલ બનાવી ડેમોસ્ટ્રેશન કરેલ હતું.

આ પ્રસંગે ડી.જી. ડીસ્ક (૧) શ્રી અસદ એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓને સીલ્વર ડીસ્ક તેમજ (૨) શ્રી હર્ષદકુમાર એન. નાયક, (૩) ડૉ. પ્રણવ ડી. જોષી, (૪) શ્રી રૂત્વિક ડી. જોષી, (૫) શ્રી નિતીન સી. ત્રિવેદી નાઓને બ્રોઝ ડીસ્ક મળતા સન્માનિત કરવામાં આવેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ તથા તા.૦૬/૦૧/૨૦૨૪ના રોજ “High rise building rescue” અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ “High rise building rescue” અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-

હોમગાર્ડઝ ભવન, લાલદરવાજા, અમદાવદા ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને 61માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે 'કોફી ટેબલ બુક'નું વીમોચન તથા સી.પી.આર તાલીમ માટેના એમ.ઓ.યુ કરાયા હતા તેમજ લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ અધિકારીશ્રીઓને રજત તથા બ્રોન્ઝ મેડલ એનાયત કરાયા હતા.

આ પ્રસંગે હોમગાર્ડસ તથા સિવિલ ડિફેન્સના સભ્યો દ્વારા સેરીમોનીયલ પરેડ તેમજ હાઇ રાઇઝ બિલ્ડીંગ રેસ્ક્યુ સર્ચ ઓપરેશન, તલવારબાજી, રસ્સા ખેંચ, ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના 61માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જણાવ્યું હતું કે, રાજ્યના સંરક્ષણ માટે હોમગાર્ડઝનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કપરા સમયમાં જ્યારે ડોક્ટરો દર્દીઓના જીવ બચાવવાના પ્રયત્ન કરતા હતા, તેવા સમયમાં હોસ્પિટલના ગેટ પર હોમગાર્ડઝના સભ્યો તાત્કાલિક સારવાર માટે દર્દીઓના સ્ટ્રેચર ખેંચવામાં સહાયરૂપ થતા હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દીઓના જીવ બચાવવામાં હોમગાર્ડઝએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

અંતે તેમણે જણાવ્યું હતું કે, હોમગાર્ડઝ એ સામાન્ય પોસ્ટ નથી, એ ગુજરાત સરકારની સૌથી મહત્વની પોસ્ટ છે. જેનું રાજ્ય સરકાર અને રાજ્યના તમામ નાગરિકોને ગૌરવ છે. એજ રીતે સિવિલ ડિફેન્સના તમામ સભ્યો આગ જેવી હોનારતમાં મહત્વની કામગીરી કરીને ઊંચી ઈમારતો પરથી વ્યક્તિઓના જીવ બચાવવાની કામગીરી કરતા હોય છે. જેની રાજ્ય સરકાર સરાહના કરે છે.

આ સાથે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસે તમામ વિજેતા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તથા તેમના પરિવારજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને આજ રીતે રાજ્યસરકાર તરફ તેમનું યોગદાન આપતા રહે અને નાગરિકોને મદદરૂપ નીવડે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી મુકેશ પુરી, નિયામક નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ, સંયુક્ત નિયામક નાગરિક સંરક્ષણ શ્રી ગૌતમભાઈ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન તેમજ પોલીસ અધિકારીશ્રીઓ, હોમગાર્ડઝ અધિકારીશ્રીઓ, નાગરિક સંરક્ષણના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ

નાગરિક સંરક્ષણ, અમદાવાદના ટ્રેનરો દ્વારા અમદાવાદના વોલેન્ટીયર, વોર્ડનો, સ્કુલના બાળકો તેમજ એન.સી.સી.ના કેડેટસને એલીસબ્રીજ જીમખાના, અમદાવાદ ખાતે તા.૧૮/૦૮/૨૦૨૩ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ અંગેની તાલીમ આપવામાં આવેલ. જેમાં UNESCOની ટીમ હાજર રહેલ અને તેમજ Greening School: Seeds of change- UNESCO SOER 2023 ની ડોક્યુમેન્ટ્રીમાં ઉપરોક્ત તાલીમનો સમાવેશ કરવામાં આવેલ. જેમાં ૭૫ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી. આ સમગ્ર તાલીમનું સંચાલન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ ધ્વારા તાલીમ આપવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ

ઓગષ્ટ-૨૦૨૩ માસમાં હાઇકોર્ટના વકીલોને Civil Defence Awareness Program અંતર્ગત સીવીલ ડીફેન્સના ટ્રેનરો મારફતે તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં હાઇકોર્ટના ૫૫ વકીલો ઉપસ્થિત રહેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ

ઓગષ્ટ-૨૦૨૩ માસમાં સીવીલ ડીફેન્સના વોર્ડનો તથા એન.સી.સી.ના કેડેટ્સ માટે Flood Rescueની તાલીમ સીવીલ ડીફેન્સના ટ્રેનરો મારફતે તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં ૭૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી. .

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં હોમગાર્ડઝ તથા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ દળના સભ્યો ધ્વારા ગેસ લીકેજ અંગેની મોકડ્રીલ પણ યોજવામાં આવેલ તેમજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક, માનનીય રાજ્યપાલશ્રીના ચંદ્રક, માનનીય મુખ્યમંત્રીશ્રીના ચંદ્રક તથા ડી.જી. ડીસ્ક મેળવનાર નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડના સભ્યોને સન્માનિત કરવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

અંકુર સ્કુલ, પાલડી, અમદાવાદ ખાતે તા.૨૧/૦૧/૨૦૨૩ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ સ્કુલના ૨૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ તેમજ નાગરિક સંરક્ષણ, અમદાવાદ યુનીટની QRT ટીમના ઇન્ચાર્જ શ્રી બ્રિજેશ શાહ તથા શ્રી મનોજભાઇ રાવળનાઓ ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

ગુજરાત હોમગાર્ડ મધ્યસ્થ તાલીમ શાળા, જરોદ, વડોદરા ખાતે તા.૧૨/૦૧/૨૦૨૩ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં હોમગાર્ડઝ દળના ૧૫૦ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મયુરકુમાર વી. જેઠવા, શ્રી મનોજકુમાર એસ. પટેલ, શ્રી પાર્થ બી. પ્રજાપતિ, શ્રી જગદીશ એન. પરીખ, શ્રી જય પી. પટેલ, શ્રી અશોક એમ. મકવાણા ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

ગુજરાત હોમગાર્ડ ટ્રેનીંગ સેન્ટર, માધવનગર, સાણંદ ખાતે તા.૦૬/૦૧/૨૦૨૩ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં હોમગાર્ડઝ દળના ૧૩૦ સભ્યોએ તાલીમ મેળવેલ હતી. નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મયુરકુમાર વી. જેઠવા, શ્રી મનોજકુમાર એસ. પટેલ, શ્રી પાર્થ બી. પ્રજાપતિ, શ્રી જગદીશ એન. પરીખ, શ્રી જય પી. પટેલ, શ્રી અશોક એમ. મકવાણા, શ્રી વનરાજ એચ. ચૌહાણ, શ્રીમતી નિહારીકા એન. પાંડે, શ્રી સિરાજુદ્દીન બી. શેખ ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. .

નાગરિક સંરક્ષણ દળ, ગાંધીનગર:-

નાગરિક સંરક્ષણ દળ, ગાંધીનગર યુનીટ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૨ના રોજ જે. એમ. ચૌધરી સ્કુલ, ગાંધીનગર ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા નાગરિક સંરક્ષણ દળ અંગે વિગતવારની માહિતી આપવામાં આવેલ. સિવિલ ડીફેન્સ ટ્રેનર નાગરિક સંરક્ષણના શ્રીમતી અંજના નિમાવત, શ્રીમતી નિહારીકા પાંડે, શ્રીમતી અરૂણા ખ્રિસ્તી દ્વારા ૧૭૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલ. .

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ ઘી કાંટા, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૭ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી. તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા નાગરિક સંરક્ષણ દળ અંગે વિગતવારની માહિતી આપવામાં આવેલ. સિવિલ ડીફેન્સ ટ્રેનર શ્રી હર્ષદ નાયક, શ્રી જયેશ વેગળા, શ્રી મનોજ રાવલે તાલીમાર્થીઓએ તાલીમ આપેલ હતી. .

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ

ગુજરાત હોમગાર્ડ મધ્યસ્થ તાલીમ શાળા, જરોદ, વડોદરા ખાતે તા.૨૨/૧૨/૨૦૨૨ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં હોમગાર્ડઝ દળના ૧૫૦ સભ્યોએ તાલીમ મેળવેલ હતી. નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મયુરકુમાર વી. જેઠવા, શ્રી મનોજકુમાર એસ. પટેલ, શ્રી પાર્થ બી. પ્રજાપતિ, શ્રી જગદીશ એન. પરીખ ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. .

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે તા.૧૯/૧૦/૨૦૨૨ના રોજ “રંગોલી કોમ્પીટીશન” યોજવામાં આવેલ અને પ્રથમ ત્રણ વિજેતાઓને ટ્રોફીથી અને અન્યોને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

હોમગાર્ડ મધ્યસ્થ તાલીમ શાળા, જરોદ, વડોદરા ખાતે તા.૧૪/૧૦/૨૦૨૨ના રોજ “High rise building rescue” અંગેની તાલીમ યોજાયેલ, જે તાલીમ નાગરિક સંરક્ષણની ટીમ દ્વારા હોમગાર્ડ દળના ૧૩૦ મહિલાઓએ તાલીમ આપવામાં આવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર --

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ “Disability inclusive Disaster Risk Management” અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં નાગરિક સંરક્ષણ દળ, વડોદરાના ૫૭ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :--

ગાંધીનગર ખાતે તા.૧૭/૦૯/૨૦૨૨ના રોજ યોજાયેલ Fire India 2022 Exhibition & Conference માં નાગરિક સંરક્ષણ દળના ૩૪ સભ્યોએ ભાગ લીધેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ::-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૦૭/૦૯/૨૦૨૨ના રોજ “Disability inclusive Disaster Risk Management” અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ. શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ નાઓએ સદર બાબતે વ્યાખ્યાન આપેલ હતું. જેમાં સિવિલ ડીફેન્સના ૩૪ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ નાઓના મુખ્ય મહેમાન પદે કરવામાં આવેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ દળના પુરૂષ અને મહિલા સભ્યો દ્વારા પરેડમાં ભાગ લીધેલ અને માનવ પિરામીડ બનાવવાનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ. ૧૫મી ઓગષ્ટ-૨૦૨૨ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રના જાહેર થયેલ ચંદ્રક મેળવનાર (૧) શ્રી મોહમ્મદમકસૂદ કલુમિયા મલેક, ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન, અમદાવાદ યુનીટ તથા (૨) શ્રી મોહંમદનવેદ અબ્દુલરઝાક શેખ, ડેપ્યુટી ચીફ વોર્ડન, સુરત યુનીટનાઓને પ્રમાણપત્રથી તથા શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદનાઓને ડી.જી. ડીસ્ક મેડલથી સન્માનિત કરવામાં આવેલ. નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત (૧) નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, લાલ દરવાજા, અમદાવાદ ખાતે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ, (૨) નવરંગપુરા હોમગાર્ડ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૩/૦૮/૨૦૨૨ના રોજ તથા અનીલ સ્ટાર્ચ, બાપુનગર હોમગાર્ડ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૪/૦૮/૨૦૨૨ના રોજ હોમગાર્ડ તથા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ પરેડ કરેલ. (૩) હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે નાગરિક સંરક્ષણ દળ દ્વારા ઉપયોગમાં લેવાતા સાધન સામગ્રીઓની નાગરિકો જાણકારી મેળવી શકે તે માટે તા.૧૩/૦૮/૨૦૨૨ થી ૧૫/૦૮/૨૦૨૨ સુધી સ્ટોલ રાખવામાં આવેલ, (૪) હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે તા.૧૩/૦૮/૨૦૨૨ના રોજ પેન્ટીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ. (૫) તા.૧૪/૦૮/૨૦૨૨ના રોજ લાલજી પરમાર હોલની સામે, દાણીલીમડા ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પ તથા કામધેનું કોમ્પ્લેક્ષ, પાંજરાપોળ, આંબાવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. (૬) તા.૧૪/૦૮/૨૦૨૨ના રોજ કાંકરીયા, મણીનગર વિસ્તાર ખાતે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. (૭) તા.૧૪/૦૮/૨૦૨૨ના રોજ હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૧૩-૧૭/૦૭/૨૦૨૨ દરમિયાન ICFAI બીઝનેસ સ્કુલ, અડાલજ ખાતે અમદાવાદ યુનીટના મહિલા વીંગના ચીફ શ્રીમતિ રંજીતાબેન કૌર દ્વારા બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા નાગરિક સંરક્ષણ દળ અંગે વિગતવારની માહિતી આપવામાં આવેલ. સિવિલ ડીફેન્સ ટ્રેનર શ્રી નિતિનભાઇ ત્રિવેદીએ મેડીકલ ટ્રીટમેન્ટ, શ્રી મનોજભાઇ રાવલએ ફાયર સેફટી, શ્રી મયુર જેઠવાએ સર્ચ એન્ડ રેસ્કયુ અંગે તથા ફાયર ડીપાર્ટમેન્ટ અને ૧૦૮ ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓએ જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપેલ, જે તાલીમ ૬૭ તાલીમાર્થીઓએ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :--

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૨૭-૨૮/૦૭/૨૦૨૨ના રોજ “ફ્લડ એન્ડ રેસ્કયુ” અંગેની તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ. તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ તથા સિવિલ ડીફેન્સ ટ્રેનર શ્રી મયુર જેઠવાએ ફ્લડ એન્ડ રેસ્કયુ અંગેની તાલીમ આપેલ, જેમાં સિવિલ ડીફેન્સના ૩૪ સભ્યોએ તાલીમ મેળવેલ હતી..

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૩0/૦૬/૨૦૨૨ના રોજ “મહિલા અને બાળ વિકાસ વિભાગ”ના ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર, દહેજ પ્રતિબંધક અધિકારી તથા તેમના લીગલ એડવાઇઝર દ્વારા રાજ્ય સરકારની મહિલાઓ અને બાળકો માટેની વિવિધ વેલફેર યોજનાઓ, મહિલાઓને કામકાજના સ્થળે થતી સતામણી બાબતેની જરૂરી માહિતી આપવામાં આવેલ. નાગરિક સંરક્ષણ દળ તથા હોમગાર્ડઝના ૧૦૯ જેટલા નાગરિક સંરક્ષણના સભ્યોએ ભાગ લીધેલ.

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-

૨૧મી જૂન ૨૦૨૨ ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે કરવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણ દળ તથા હોમગાર્ડઝના ૨૮૦ જેટલા સભ્યોએ ભાગ લીધેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૧૪/૦૬/૨૦૨૨ના રોજ “મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેટ કેમ્પ તથા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન” અંગેનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ.

મેડીકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પમાં એસ.એમ.એસ. મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, અમદાવાદના ડૉકટર/નર્સ દ્વારા નાગરિક સંરક્ષણ, બોર્ડર વિંગ, હોમગાર્ડઝના ૧૧૨ અધિકારી/કર્મચારીઓ તથા સભ્યોનું મેડીકલ ચેકઅપ કરેલ હતું તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન દ્વારા ૧૮૧ હેલ્પ લાઇન અંગેની જાણકારી આપેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ “બાયો મેગ્નેટીક થેરાપી” અંગેની તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ. જેમા બાયો ટોરીયમ કંપની, અમદાવાદ તરફથી બાયો મેગ્નેટીક થેરાપીથી થતા ઉપચારો અંગે માહિતી આપેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૫-૩૦/૦૫/૨૦૨૨ દરમિયાન એન.સી.સી. કેડેટ્સ માટે સરદાર વલ્લભભાઇ આર્ટસ કોલેજ, રીલીફ રોડ, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ.

તાલીમ દરમિયાન ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મનોજ રાવલ તથા ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી/કર્મચારીઓએ જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૧૮/૦૫/૨૦૨૨ના રોજ “હીટ વેવ તથા આર્યુવેદિક ઉપચારો” અંગેની તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ. જેમા આયુનેચર ટ્રીટમેન્ટ સેન્ટર, અમદાવાવાદના ડૉ. રેણુકા સિધ્ધપુરાનાઓએ આર્યુવેદિક ઉપચારો અને તેના ફાયદા અંગે જાગૃતતા માટે વિસ્તૃત માહિતી આપેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૧૭-૨૦/૦૫/૨૦૨૨ દરમિયાન આઇ.ટી.આઇ., સરસપુર, અમદાવાદ ખાતે અમદાવાદ યુનીટના ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રીમતિ રંજીતાબેન કૌર દ્વારા બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ.

તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ તથા ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મનોજ રાવલ, શ્રી નિતીનભાઇ ત્રિવેદી તથા ફાયર બ્રિગેડ અને ૧૦૮ વિભાગના અધિકારી/કર્મચારીઓએ જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા,અમદાવાદ :-

ખોડીયાર મંદિર, નિકોલ, અમદાવાદ ખાતે તા.૧૭/૦૫/૨૦૨૨ના રોજ “Disaster Management Act” અંગેની તાલીમ યોજવામાં આવેલ. જેમાં શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા જરૂરી માહિતી અને તાલીમ આપવામાં આવેલ. જેમાં ૧૩૨ જેટલા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ ભાગ લીધેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :- ,

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૧-૨૨/૦૪/૨૦૨૨ દરમિયાન “Strengthening Capacities of Police for disaster Risk Management” અંગેની તાલીમ કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા શ્રી એ. એ. શેખ તથા સિવિલ ડીફેન્સ અમદાવાદ યુનિટના ઇન્ચાર્જ પો.ઇ. શ્રી આઇ. આઇ. શેખ નાઓએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :- ,

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૧૬/૦૪/૨૦૨૨ના રોજ “Nutural Theraphy” અંગેની તાલીમ પરસાણા હેલ્પ સેન્ટર પ્રા. લિ.ના સૌજન્યથી યોજવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણના અધિકારી/કર્મચારીઓ તથા સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :- ,

વિજ્ઞાન ભવન, ન્યુ દિલ્હી ખાતે તા.૦૭-૦૮/૦૪/૨૦૨૨ દરમિયાન “Annual Conference on Capacity Building for Disaster Response-2022”ના કાર્યક્રમનું NDRF દ્વારા આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સમગ્ર ભારતના દરેક રાજ્યના સિવિલ ડીફેન્સ તથા હોમગાર્ડઝના અધિકારીશ્રીઓએ ભાગ લીધેલ. જેમાં ગુજરાત રાજ્યના નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ તથા કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા શ્રી એ. એ. શેખનાઓએ ભાગ લીધેલ હતો.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ,

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૪/૦૩/૨૦૨૨ થી તા.૨૫/૦૩/૨૦૨૨ દરમિયાન “ફાયર સેફટી” અંગેની તાલીમ નાગરિક સંરક્ષણના સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

આ તાલીમમાં શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા નાગરિક સંરક્ષણ, અમદાવાદના ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયકે પ્રેઝન્ટેશન રજુ કરી વિસ્તૃત તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :- ,

વર્ટીકલ રોપ રેસ્કયુ કોર્સની તાલીમમાં નાગપુર ખાતે અમદાવાદના બે માનદ સભ્યોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ છે.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :- ,

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૧૧/૦૩/૨૦૨૨ના રોજ “મહિલાઓ માટે સેલ્ફ ડીફેન્સ” અંગેની તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ.

આ તાલીમમાં નાગરિક સંરક્ષણના સ્વયંસેવકો, અન્ય સંસ્થાઓની તથા હોમગાર્ડઝની મહિલાઓએ ભાગ લીધેલ. આ મહિલાઓને નાગરિક સંરક્ષણ દળના સભ્ય શ્રી નીતીન ત્રિવેદી તથા શ્રી મનોજ ગૌતમ માર્સલ આર્ટ કરાટે બ્લેક બેલ્ટનાઓ દ્વારા સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :- ,

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૦૮/૧૧/૨૦૨૨ થી ૧૧/૦૩/૨૦૨૨ દરમિયાન નિકોલ, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન આયોજન કરવામાં આવેલ.

તાલીમ દરમિયાન ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક તથા નાગરિક સંરક્ષણના વોર્ડન ઉપસ્થિત રહી નાગરિક સંરક્ષણ દળ અંગેની વિસ્તૃત માહિતી તથા ફાયર સેફટી, બેઝીક લાઇફ સપોર્ટની તાલીમ તાલીમાર્થીઓને આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :- ,

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૨-૨૫/૦૨/૨૦૨૨ના રોજ ઉમિયા કેમ્પસ, સોલા ભાગવત, અમદાવાદ ખાતે મહિલાઓ માટે બેઝીક તાલીમનું આયોજન અમદાવાદ યુનીટના મહિલા વીંગના ચીફ શ્રીમતિ રંજીતાબેન કૌર દ્વારા કરવામાં આવેલ. તાલીમ દરમિયાન અમદાવાદ યુનીટના નાયબ નિયામકશ્રી આર. સી. સથવારા, પો.ઇ. શ્રી પી. ડી. શ્રીમાળીનાઓ ઉપસ્થિત રહેલ. તાલીમ દરમિયાન અમદાવાદ યુનીટના શ્રી હર્ષદભાઇ નાયક, શ્રી બ્રિજેશ શાહ, નિતીનભાઇ ત્રિવેદી, મનોજ રાવલ તથા નંદુભાઇ પટેલનાઓએ જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :- ,

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૧૫-૧૮/૦૨/૨૦૨૨ના રોજ Novatel Hotel, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ તથા અમદાવાદ યુનીટના પો.ઇ. શ્રી પી. ડી. શ્રીમાળી, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, ડીવીઝનલ વોર્ડન શ્રી બ્રિજેશ શાહ, પ્રણવ જોષી, ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન શ્રી રૂત્વીક જોષીનાઓ ઉપસ્થિત રહેલ. તાલીમ દરમિયાન ફાયર સેફટી અંગે વિસ્તૃત રીતે પ્રેકટીકલ અને થીયરીની તાલીમ શ્રી મનોજ રાવલ તથા બેઝીક લાઇફ સર્પોટ અંગેની તાલીમ શ્રી જયેશ વેગળા દ્વારા તાલીમાર્થીઓને આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ,

GEN-X Academia, નારોલ, અમદાવાદ ખાતે તા.૦૫/૦૨/૨૦૨૨ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત (૧) બેટી બચાવો, બેટી પઢાવો, (૨) બાળ મજૂરી નાબૂદી અભિયાન, (૩) સ્વચ્છતા અભિયાન, (૪) સાક્ષરતા અભિયાન અંગે જન જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં GEN-X Academiaના પ્રિન્સીપલ શ્રીમતિ રૂપાલી શુકલા તથા નાગરિક સંરક્ષણ અમદાવાદ યુનીટના મહિલા વીંગના ચીફ શ્રીમતિ રંજીતાબેન કૌર દ્વારા ચિત્રસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણ ભૂજ યુનીટના પો.ઇ. શ્રી આઇ. આઇ. શેખ, અમદાવાદ યુનીટના ડે. ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, ડીવીઝનલ વોર્ડન શ્રી બ્રિજેશ શાહ, પ્રણવ જોષી, ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન શ્રી રૂત્વીક જોષી તથા અન્ય નાગરિક સંરક્ષણ દળના સભ્યો ઉપસ્થિત રહેલ.

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ,

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ નાઓના મુખ્ય મહેમાન પદે કરવામાં આવેલ. જેમાં હોમગાર્ડઝ તથા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક, માનનીય રાજ્યપાલશ્રીના ચંદ્રક તથા માનનીય મુખ્યમંત્રીશ્રીના ચંદ્રક મેળવનાર નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડના સભ્યોને સન્માનિત કરવામાં કરવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ,

અમદાવદ રીવર ફ્રન્ટ ખાતે તા.૧૯/૦૧/૨૦૨૨ના રોજ “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત (૧) બેટી બચાવો, બેટી પઢાવો, (૨) કોરોના અવેરનેસ અંગે જન જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ. જેમાં ૬૦ જેટલા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ ભાગ લીધેલ હતો.

નાગરિક સંરક્ષણ દળ અમદાવાદ ,

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૦૭/૦૧/૨૦૨૨ના રોજ એસ.આર.પી.એફ. ગ્રુપ-૨, અમદાવાદ ખાતે આપદા મિત્રની તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમ દરમિયાન અમદાવાદ નાગરિક સંરક્ષણ યુનિટના ટી..આઇ. શ્રી પી. ડી. શ્રીમાળી તથા ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયકએ આપદા મિત્રોને આપત્તિના સમયે કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ,

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૬ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીનાઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ (I.P.S.) નાઓના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. સદર કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણના સંયુક્ત નિયામકશ્રી આર. વી. અસારી (I.P.S.) નાઓની ઉપસ્થિતીમાં સેરીમોનીયલ પરેડ, હાઇ રાઇઝ બિલ્ડીંગ રેસ્ક્યુ સર્ચ ઓપરેશન તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ. સદર કાર્યક્રમમાં કોરોના કાળ દરમિયાન ફરજ ઉપર મરણ પામનાર હોમગાર્ડઝના જવાનોના પરિવારજનોને વંદન પત્ર આપવામાં આવેલ તેમજ હોમગાર્ડ તથા નાગરિક સંરક્ષણ દળના જવાનોને સારી કામગીરી કરવા બદલ વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ,

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે તા.૨૯/૧૨/૨૦૨૧ના રોજ “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત નાગરિક સંરક્ષણ વિશેની માહિતી તેમજ મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિ અભિયાન એપિક ફાઉન્ડેશન તથા જયમાડી ફાઉન્ડેશન એન.જી.ઓ.ના સહયોગથી કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અંતમાં ભાગ લેનાર મહિલાઓ દ્વારા મહેંદી કોમ્પીટીશન યોજવામાં આવેલ અને પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામથી સન્માનિત કરવામાં આવેલ. સદર કાર્યક્રમ સફળ બનાવવા સારૂ શ્રી મિલનભાઇ વાઘેલા, સંજીત રાજપુત, શ્રીમતી રંજીતા કૌર, શ્રી તૌફિક શેખ દ્વારા સાથ સહકાર આપવામાં આવેલ. .

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ ,

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ એસ.વી. કોલેજ, રીલીફ રોડ, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન સરકારશ્રીની કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ. તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ તથા શ્રી હર્ષદભાઇ નાયક, ડેપ્યુટી ચીફ વોર્ડન દ્વારા તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ, જેમાં નાગરિકો તથા એન.સી.સી.ના કેડેટસ મળી ૩૫ વ્યક્તિઓએ તાલીમ મેળવેલ હતી. .

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ,

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૨૦-૨૧/૧૨/૨૦૨૧ દરમિયાન નાગરિક સંરક્ષણ દળ તથા ભારતના બંધારણ વિશેની વિશેષ તાલીમ યોજવામાં આવેલ. જેમાં ૪૭ જેટલા નાગરિક સંરક્ષણ દળના સભ્યો હાજર રહી તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ

કેન્દ્ર સરકારશ્રીના કાર્યક્રમ “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત નાગરિક સંરક્ષણ દળ અમદાવાદ, સુરત, ભુજ, વડોદરા તથા ગાંધીનગર યુનિટ કચેરીઓ ધ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.30/૧૧/૨૦૨૧ના રોજ “Disability Indusive Disaster Risk Reduction” અંગેની તાલીમ નાગરિક સંરક્ષણના સભ્યોએ તાલીમ મેળવેલ હતી. આ તાલીમમાં શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા સિવિલ ડીફેન્સના વોર્ડન ભાવનાબેન ઘરવાલીયાનાઓએ પ્રેઝન્ટેશન રજુ કરી વિસ્તૃત તાલીમ આપેલ હતી. .

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.30/૧૧/૨૦૨૧ના રોજ “Managing Crowed at event and venues of mass gathering” અંગેની Online તાલીમ નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ મેળવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૩-૨૪/૧૧/૨૦૨૧ના રોજ “Climate Change Adaptation & Disaster Reduction” અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ, જે તાલીમમાં નાગરિક સંરક્ષણના સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૮-૨૯/૧૦/૨૦૨૧ના રોજ “Role of Youth and Volunteer for Disaster Risk Management” અંગેની તાલીમનું સંચાલન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા શ્રી ચિંતન પાઠક, આસી. પ્રોફેસર, જી.આઇ.ડી.એમ., ગાંધીનગર ધ્વારા કરવામાં આવેલ. આ તાલીમમાં તાલીમાર્થીઓને ફસ્ટ એઇડ, સર્ચ અને રેસ્કયુ તથા કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિના સમયે નાગરિક સંરક્ષણના માનદ સભ્યોએ શું કામગીરી કરવાની થાય તે બાબતે તથા NDRF ના પો.ઇ. શ્રી દલજીતસિંહ સોઢીનાઓએ આપત્તિના સમયે સર્ચ અને રેસ્કયુની વિવિધ ટેકનીક વિશે સઘન તાલીમ આપેલ હતી. .

નાગરિક સંરક્ષણ, તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૪-૫-૬/૧૦/૨૦૨૧ દરમિયાન “ફાયર સેફટી” અંગેની તાલીમનું સંચાલન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ. તાલીમ દરમિયાન અમદાવાદ શહેર ફાયર અને ઇમરજન્સી સર્વિસના સ્ટેશન ફાયર ઓફિસર શ્રી સંતોષ પટેલએ ફાયર સેફટી અંગે વિસ્તૃત રીતે પ્રેકટીકલ અને થીયરીની તાલીમ આપેલ હતી. આ તાલીમમાં નાગરિક સંરક્ષણ અમદાવાદ યુનિટના ૩૩ સભ્યોએ તાલીમ મેળવેલ હતી. .

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ નાઓના મુખ્ય મહેમાન પદે કરવામાં આવેલ. જેમાં હોમગાર્ડઝના ૨ પુરૂષ પ્લાટુન, ૧ મહિલા પ્લાટુન તથા નાગરિક સંરક્ષણ તંત્રના ૧ પુરૂષ પ્લાટુન, ૧ મહિલા પ્લાટુન એ પરેડમાં ભાગ લીધેલ તેમજ નાગરિક સંરક્ષણ તંત્રના ૧૫મી ઓગષ્ટ-૨૦૨૧ના રોજ જાહેર થયેલ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનાર (૧) શ્રી હર્ષદ નારણભાઇ નાયક તથા (૨) શ્રી પ્રણવ ધ્રુવકાંત જોષી નાઓને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવેલ.

 

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૨૪-૨૫/૦૮/૨૦૨૧ના રોજ અમદાવાદ યુનિટના મહિલા વોર્ડનો માટે પ્રાથમિક સારવા અંગેની તાલીમ યોજવામાં આવેલ. આ તાલીમમાં ૩૬ મહિલા વોર્ડનોએ ભાગ લીધેલ.

તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ નાઓએ આપાતકાલિન સ્થિતીમાં શું કામગીરી કરવી, તે અંગેની ઉંડાણપુર્વક માહિતી સાથેની તાલીમ તથા પ્રાથમિક સારવારની વિશેષ તાલીમ પામનાર વિશેષજ્ઞશ્રી નિતીન ત્રિવેદીનાઓએ તાલીમ આપેલ હતી.

 

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૧૩-૧૪/૦૭/૨૦૨૧ દરમિયાનફીલ્ડ મેનેજમેન્ટની એડવાન્સ તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધેલ.

તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ તથા ભૂજ યુનિટના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આઇ. આઇ. શેખ દ્વારા માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા જુલાઇ/૨૦૨૧ના માસ દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળોએ બેઝીક તાલીમનું આયોજન સરકારશ્રીની કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ. જેમાં આશરે ૧૫૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધેલ.

તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, ચીફ વોર્ડન શ્રી બાબુભાઇ ઝડફિયા, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, અમદાવાદ યુનિટના પી.આઇ. શ્રી પી. ડી. શ્રીમાળી તથા ભૂજ યુનિટના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આઇ. આઇ. શેખનાઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ.

ઉપરોક્ત તાલીમમાં મુખ્યત્વે નાગરિક સંરક્ષણની કાર્યપધ્ધતિ, ૧૦૮, ફાયર બ્રિગેડ, ફસ્ટ એઇડ અને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

શ્રી . . શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૧ થી તા.૨૬/૦૬/૨૦૨૧ દરમિયાન બેઝીક તાલીમનું આયોજન પ્રકાશ હાઇસ્કુલ, રીલીફ રોડ, અમદાવાદ ખાતે સરકારશ્રીની કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ.

તાલીમ દરમિયાન ચીફ વોર્ડન શ્રી બાબુભાઇ ઝડફિયા, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, અમદાવાદ યુનિટના પી.આઇ. શ્રી પી. ડી. શ્રીમાળી તથા ભૂજ યુનિટના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આઇ. આઇ. શેખનાઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ.

ઉપરોક્ત તાલીમમાં નાગરિક સંરક્ષણની કાર્યપધ્ધતિ, કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિ દરમિયાન નાગરિક સંરક્ષણના સ્વંયસેવકોની જવાબદારી તથા કરવાના કાર્યોની માહિતી આપવામાં આવેલ. તદ્ઉપરાંત નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મનોજભાઇ રાવલે ફાયર સેફટી વિશે તથા શ્રી જયેશભાઇ વેગડાએ ફસ્ટ એઇડ તેમજ સી.પી.આઇ. વિશેની જરૂરી તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, ભુજ :-

ભુજ ખાતે તૈનાત NDRF ની ટીમ સાથે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ભુજના ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભટ્ટની આગેવાની હેઠળ ભુજ નાગરિક સંરક્ષણ દળના માનદ સભ્યોએ તૌકતે વાવાઝોડા અગાઉ વાવાઝોડાના કારણે જો ભારે પવન સાથે અને વરસાદની સ્થિતી નિર્માણ પામે તેવા સંજોગોમાં રાહત તથા બચાવની કામગીરીની તાલીમ માધાપરના યજ્ઞમંદિર ખાતે તા.૧૭/૦૫/૨૦૨૧ના રોજ લીધેલ હતી. આ તાલીમ NDRFના આસીસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી રણજીતસિંહ દ્વારા આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટના માનદ સભ્યો દ્વારા તૌકતે વાવાઝોડા બાદ તા.૧૯/૦૫/૨૦૨૧ના રોજ રસ્તા ઉપર પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી તેમજ જમાલપુર વિસ્તારમાં વાવાઝોડના કારણે બહુમાળી મકાન ધરાસાયી થતાં તે સમયે પણ બચાવની કામગીરીમાં જોડાયેલ હતા.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી તા.૨૭/૦૫/૨૦૨૧ના રોજ “Emerging Challenges to traditional approaches of community based disaster risk management due to covid-19” અંગે નાગરિક સંરક્ષણના માનદ સભ્યો માટે એક ઓનલાઇન તાલીમ રાખવામાં આવેલ. આ તાલીમમાં શ્રી એ. એ. શેખ, નાયબ પોલીસ અધિક્ષક, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા “Role of youth and volunteer in disaster preparedness and response” ઉપર પ્રેઝનન્ટેશન સાથે તાલીમ આપવામાં આવેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી તા.૨૯/૦૫/૨૦૨૧ના રોજ Virtual training of “Youth & Covid-19” યોજવામાં આવેલ. GIDMના કો-ઓડીનેટર શ્રી ચિંતન પાઠક તથા ચારૂતર વિદ્યામંડળ યુનિર્વસીટી, વિદ્યાનગર આણંદના તજજ્ઞો દ્વારા Covid અંગેની વિસ્તૃત માહિતી તાલીમ દરમિયાન આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, ભુજ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ભુજના ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભટ્ટ તથા અન્ય માનદ સભ્યો દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૧ના રોજ લાયન્સ હોસ્પિટલ, ભુજ ખાતે તાત્કાલિક બ્લડની જરૂરીયાતવાળા વ્યક્તિઓને બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે પ્રાથમિક તાલીમ પામેલ સભ્યો માટે તા.૦૮/૦૪/૨૦૨૧ થી તા.૦૯/૦૪/૨૦૨૧ દરમિયાનHeat Wave and Corona Awarenessની તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા યોજવામાં આવેલ.

તાલીમ દરમિયાન ગરમીના સમયે કેવી રીતે પોતાનો બચાવ કરવો તેમજ જો કોઇ Heat Wave નો ભોગ બને તો તેમને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર કરવી તે અંગે તેમજ હાલના કોરોનાના ચેપી રોગથી કેવી રીતે બચી શકાય તેમજ કોરોનાની રસીથી થતા ફાયદા વગેરે અંગે જાગૃતતા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, ભુજ :-

નાગરિક સંરક્ષણ દળ, ભુજ ખાતે પ્રાથમિક તાલીમ પામેલ સભ્યો માટે તા.૨૨/૦૩/૨૦૨૧ થી તા.૨૬/૦૩/૨૦૨૧ દરમિયાનAdvance Fire Safety Courseતથા ફર્સ્ટ એઇડ અંગે સ્પેશિયલાઇઝ તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર અને કમાન્ડન્ટ બોર્ડર વીંગ શ્રી એસ. આર. જોશી, ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ, ભુજ નગરપાલિકાની અગ્નિશમન શાખાના ફાયર ઓફિસર શ્રી સચિન પરમાર, દળના વોર્ડન અને ફાયર સેફટી ઓફિસરની તાલીમ પામેલા શ્રી કમલેશ મતિયા દ્વારા યોજવામાં આવેલ.

તાલીમ દરમિયાન આગના પ્રકાર, આગ લાગવાના કારણો, આગ ઓલવવાની પધ્ધતિ બાબતે માહિતી આપવામાં આવેલ તેમજ લાયન્સ હોસ્પિટલમાં સ્થાપિત ફાયર સેફટીના સાધનોની જાણકારી અને પ્રત્યક્ષ નિર્દેશન તાલીમાર્થીઓએ નિહાળ્યુ હતું. રેડકોર્સના મીરાંબેન સાવલિયાએ ફર્સ્ટ એઇડની જરૂરીયાત અને ઘટના સમયે ફર્સ્ટ રિસપોન્ડર તરીકે નાગરિકે અસરગ્રસ્તને હોસ્પિટલાઇઝ કરતા પહેલા કે ૧૦૮ આવતાં પહેલા અસરગ્રસ્તને કઇ રીતે તપાસીને હાથવગા સાધનો વળે પ્રાથમિક સારવાર આપવી તેની માહિતી આપેલ હતી.


ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૬-૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ “Community Based Disaster Risk Management” અંગે રેસીડેન્શીયલ તાલીમ જી.આઇ.ડી.એમ.ના સહયોગથી નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના સાનિધ્યમાં રાખવામાં આવેલ. તાલીમ દરમિયાન Youth and Volunteersનો રોલ તથા ફસ્ટ એઇડ બાબતે સઘન તાલીમ આપવામાં આવેલ. તાલીમ દરમિયાન ટ્રેનીંગ મેનેજર શ્રી ચિંતન પાઠક, ટ્રેનીંગ કો-ઓડીનેટર શ્રી રોબીન અગ્રવાલ અને શ્રી એ. એ. શેખ, નાયબ પોલીસ અધિક્ષક, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.

 


ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૮/૦૨/૨૦૨૧ના રોજ “Community Based Flood Risk Management” અંગે વેબીનાર દ્વારા તાલીમ યોજવામાં આવેલ. તેમજ તા.૨૧/૦૧/૨૦૨૧ થી તા.૨૨/૦૧/૨૦૨૧ સુધી “Role of Youth and Volunteers in Disaster Risk Management” અંગે વેબીનાર તથા તા.૨૮/૦૧/૨૦૨૧ થી તા.૨૯/૦૧/૨૦૨૧ સુધી “Role of Youth and Volunteers in Disaster Risk Management” ની રેસીડેન્શીયલ તાલીમ જી.આઇ.ડી.એમ.ના સહયોગથી નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના સાનિધ્યમાં રાખવામાં આવેલ. તાલીમ દરમિયાન જી.આઇ.ડી.એમ.ના પ્રશિક્ષકો તરફથી તાલીમ સંબંધીત અને આપત્તિનું જોખમ ઘટાડવા (DRR) બાબતે સઘન તાલીમની જાણકારી આપેલ. આ તાલીમ દરમિયાન માન. નિયામક શ્રી પી. કે. તનેજા, જી.આઇ.ડી.એમ. તથા ટ્રેનીંગ કો-ઓડીનેટર શ્રી ચિંતન પાઠક અને શ્રી એ. એ. શેખ, નાયબ પોલીસ અધિક્ષક, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.

 

 

-->

          આ ઉપરાંત તા.૩૦/૦૧/૨૦૨૧ થી તા.૦૩/૦૨/૨૦૨૧ સુધી નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે અમદાવાદ યુનીટની બેઝીક તાલીમ યોજવામાં આવેલ.