નાગરિક સંરક્ષણ |
http://www.civildefence.gujarat.gov.in |
નાગરિક સંરક્ષણમાં ભરતી |
7/3/2025 4:13:45 PM |
|
નાગરિક સંરક્ષણમાં ભરતી થવા માટેનાં ધોરણ
-
નાગરિક સંરક્ષણમાં પુરુષો તથા સ્ત્રીઓ ભરતી થઈ શકે છે.
-
તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ.
-
તે વ્યક્તિએ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઇએ પરંતુ સત્તા ધરાવતા અધિકારી સ્વ વિવેકાનુસાર નાગરિક સંરક્ષણની કોઈ શાખા અથવા વર્ગ માટે આ વયમયાર્દામાં વધુમાં વધુ
૩ વર્ષ સુધી છૂટછાટ આપી શકે.
-
વધુમાં વધુ ચોથું ધોરણ પાસ થયેલી વ્યક્તિ હોવી જોઈએ.
-
તે વ્યક્તિ શારીરિક રિતે / માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ.
ઉપર જણાવેલી લાયકાત ધરાવનારને નાગરિક સંરક્ષણમાં ભરતી થવા માટે બેઝિક તાલીમ સૌપ્રથમ મેળવવાની રહે છે. આ તાલીમ લીધા બાદ તાલીમમાં ઉત્તીર્ણ થનાર તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણનું
પ્રમાણપત્ર આપવામાં આવે છે. નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ કે જે નીચે દર્શાવ્યા મુજબની છે. તે પૈકીની પસંદગી ધરાવતી એક સેવામાં નિમણૂંક આપવા માટે નમૂના (ક) ફોર્મ ભરાવવામાં આવે છે.
ત્યારબાદ પોલીસ વેરિફિકેશન કરાવી પસંદગીની સેવામાં નિમણૂંક આપવામાં આવે છે.
નાગરિક સંરક્ષણની (૧૨) બાર સેવાઓઃ-
-
મુખ્ય મથક સેવા (હેડ કવાર્ટર સેવા)
-
અગ્નિશામક સેવા (ફાયર ફાયટિંગ સેવા)
-
આકસ્મિક સેવા (કેઝ્યુલિટી સેવા)
-
સંદેશવાહક સેવા (કોમ્યુનિકેશન સેવા)
-
બચાવ સેવા (રેસ્ક્યુ સેવા)
-
કલ્યાણ સેવા (વેલ્ફેર સેવા)
-
ડેપો તથા વાહનવ્યવહાર સેવા (ડેપો એન્ડ ટ્રાન્સપોર્ટ સેવા)
-
મિલકત બચાવ સેવા (સાલ્વેજ સેવા)
-
મડદા નિકાલ સેવા (કોર્પ્સ ડિસ્પોઝલ સેવા)
-
પુરવઠા સેવા (સપ્લાય સેવા)
-
વોર્ડન સેવા
-
તાલીમ સેવા
નાગરિક સંરક્ષણની કામગીરી ઉપરોક્ત ૧૨ સેવાની વિગત આ સાથે સામેલ કર્યા મુજબ છે. નાગરિક સંરક્ષણમાં નિમણૂંક મેળવનાર સ્વયંસેવકોને તેમની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈ નિચે મુજબ તબક્કાવાર બઢતી આપવામાં આવે છે.
-
સેક્ટર વોર્ડન
-
પોસ્ટ વોર્ડન
-
ડેપ્યુટી ડિવિઝન વોર્ડન
-
ડિવિઝન વોર્ડન
-
ડેપ્યુટી ચીફ વોર્ડન
-
ચીફ વોર્ડન
આ તબક્કાવાર બઢતી આપવા માટે કોઈ વિશિષ્ટ નિયમોની જોગવાઈ ભારત સરકાર/રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ નથી પરંતુ કન્ટ્રોલરશ્રી કાર્યદક્ષતા ધ્યાને લઈ
વિવેક બુદ્ધિ અનુસાર આ બઢતીથી માનદ નિમણૂંક આપી શકે છે.
(સરકારશ્રીની પ્રવર્તમાન સૂચના મુજબ નાગરિક સંરક્ષણ તંત્રમાં પ્રતિષ્ડિત નાગરિકો જેવા કે, ડોક્ટર,
ઇજનેર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, માજી સૈનિક વગેરેને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપ્યા વિના જ સીધી ભરતી કરવામાં આવે છે.)
|
|