નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

હિસાબી શાખા

6/15/2025 3:43:43 AM

અધિકારીઓની સત્તા અને ફરજો:

·         નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્યની ફરજો તથા સત્તાઓ :-

1.  નાગરિક સંરક્ષણ તંત્રની દેખરેખ તથા નિયંત્રણ.

2.  ખાતાના વડા તરીકે વહીવટી તેમજ નાણાકીય સત્તાઓ.

3.  રાજ્ય બહારના તાલીમ કોર્સ માટે નાગરિક સંરક્ષણ સભ્યને નિયુક્ત કરવા બાબતેની સંપૂર્ણ સત્તા.

4.  સરકાર દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી.

 

·         સંયુક્ત નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્યની ફરજો તથા સત્તાઓ :-

વહીવટી સત્તાઓ :-

1.કચેરીના વડા તરીકે વહીવટી તેમજ નાણાકીય સત્તાઓ.

2.નાગરિક સંરક્ષણ તંત્રનું આધુનિકીરણ તથા આઇ.ટી ગ્રાન્ટ દ્વારા નાગરિક સંરક્ષણને અદ્યતન કરવા યોજના તૈયાર કરવી.

3. તાબાની યુનિટ કચેરીઓમાં ગ્રાન્ટની ફાળવણી.

4.સરકાર દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી.

 

સંયુક્ત નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય :-

નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદની કચેરી રાજ્ય કક્ષાની વડી કચેરી છે. કચેરીમાં વહીવટી તથા સચિવાલય કક્ષાની કામગીરીમાં સરળતા સાથે ખાતાની કામગીરી અસરકારક બને તે માટે પોલીસ ખાતામાંથી આઇ.પી.એસ. કેડરના અધિકારીને સંયુક્ત નિયામકના હોદ્દા ઉપર પ્રતિનિયુક્તિથી નિમણુંક આપવામાં આવે છે.

વડી કચેરી અને જિલ્લા કચેરીઓ સહિતના વહીવટી તેમજ નાણાકીય કામગીરીનું નિયમન તથા નિરીક્ષણ તેઓના હસ્તક હોય છે.

 

·         હિસાબી અધિકારી, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય :-

વડી કચેરી ખાતે હિસાબી અધિકારી, વર્ગ-રની જગ્યા હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના હિસાબી અધિકારી, વર્ગ-ર સંવર્ગના રાજ્યપત્રિત અધિકારીને પ્રતિનિયુક્તિથી ભરવામાં આવે છે. વડી કચેરી તથા તાબાની કચેરીઓના હિસાબી, આંતરિક અન્વેષણની કામગીરીનું સંચાલન તેમજ નિયંત્રણ કરે છે.

 

હિસાબી અધિકારીની સત્તાઓ :-

1. વડી કચેરીના ખર્ચના ઉપાડ અને ચુકવણીના અધિકાર.

ઉચ્ચક બિલોના વિગતવાર બિલોમાં પ્રતિ હસ્તાક્ષર

હિસાબી અધિકારીની ફરજો :-

 1. વાર્ષિક અંદાજો (સ્ટેન્ડિંગ ચાર્જીસ-પ્લાન-નોન પ્લાન) તૈયાર કરવા તથા તાબાની કચેરીઓમાં ગ્રાન્ટની ફાળવણી તથા ત્રિમાસિક ખર્ચના રિઅમ્બર્સમેન્ટનાં પત્રકો તૈયાર કરવાં.

  2.  ખર્ચના રીકન્સિલેશન, ખર્ચપત્રક, જાહેર હિસાબ સમિતિને લગતી માહિતીનું સંકલન, તાબાની કચેરીઓનું ઇન્ટરનલ ઓડિટ, ઉપાડ અને ચુકવણી અધિકાર સંલગ્ન તમામ ફરજો, રાજ્યપત્રિત અધિકારીઓના પેન્શન કેસો તૈયાર કરવા જેવી હિસાબને લગતી ફરજો.

 

·         કચેરી અધીક્ષક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય :-

કચેરી અધીક્ષક, વર્ગ-૩ની જગ્યા ગુજરાત રાજ્ય, અમદાવાદની વડી કચેરી ખાતે ઊભી કરવામાં આવેલી છે. કચેરી અધીક્ષકની જગ્યા વર્ગ-૩ મુખ્ય કારકુન સંવર્ગનાં વહીવટી કર્મચારીને બઢતી આપી ભરવામાં આવે છે. નાગરિક સંરક્ષણ વડી કચેરી તથા યુનિટ કચેરીઓની વહીવટી કામગીરીનું સંચાલન તેમજ નિયંત્રણ કરે છે.

 

કચેરી અધીક્ષકની ફરજો :-

કચેરી અધીક્ષકએ વડી કચેરીની વહીવટી બાબતોની કામગીરીનું નિરીક્ષણ, સરકારશ્રી તરફથી તથા અધિકારીશ્રી તરફથી માગવામાં આવતી માહિતી અંગે દરેક શાખાનું સંકલન કરી, મેળવી/મોકલી આપવાની કામગીરીનું નિરીક્ષણ, નિયામકશ્રી તથા સંયુક્ત નિયામકશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી તથા અધિકારી/કર્મચારીના કામગીરી મૂલ્યાંકન અહેવાલને લગતી કામગીરી, શાખાની દફતર નિરીક્ષણ અંગેની કામગીરી કરવાની થાય છે.

 

·         જિલ્લા કક્ષાએ અધિકારીની સત્તાઓ અને ફરજો :-

જિલ્લા કક્ષાએ નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સિવિલ ડિફેન્સ યુનિટની કચેરીના વડા તરીકે નિયુક્ત થયેલ છે.

નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજિસ્ટ્રેટ, નાગરિક સંરક્ષણ તંત્રની સેવાઓને અમલમાં મૂકવા કમાન્ડિંગ અધિકારીઓની નિમણૂંક કરે છે અને તેઓના તાબામાં નાયબ નિયંત્રક, વર્ગ-૧ અને ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર, વર્ગ-૨ (પોલીસ ઇન્સ્પેક્ટર) તેઓની સુચના મુજબ ફરજ બજાવે છે. તેઓ સ્વયંસેવકોને તાલીમ, ભરતી તથા નાગરીક સંરક્ષણ તંત્ર વિશે પ્રચાર-પ્રસાર વગેરે કામગીરી કરે છે. માનવ સર્જીત/કુદરતી આપત્તિઓને અનુલક્ષીને નાગરિક સંરક્ષણ તંત્રનો પેપર પ્લાન તૈયાર કરવા  તથા મોટા/નાના ઔદ્યોગિક એકમોની સલામતી માટે ઓનસાઇડ-ઓફસાઇડ પેપર પ્લાનનું નિયમન કરે છે. નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમના નિયમન તથા સાયરન અને એન.ઇ. લાઇન સંચાલન, સ્‍ટોર શાખાના સાધનોનું નિરીક્ષણ તથા સરકારશ્રી દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્‍ય કામગીરીની ફરજ  બજાવે છે.

*****