હું શોધું છું

હોમ  |

શાંતિના સમયની પ્રવૃત્તિ
Rating :  Star Star Star Star Star   

  • નાગરિક સંરક્ષણના પોલીસ ઇન્‍સ્‍પેકટર (તાલીમ પ્રાધિક્ષક) પ્રચાર-પ્રસારની કામગીરીના રૂપે શાળા-કોલેજો, ઔદ્યોગીક એકમો, સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, સરકારી-અર્ધસરકારી કચેરીઓ વિગેરેની મુલાકાત મોટીવેશન કરી પ્રાથમિક વર્ગોનું આયોજન કરવાની કામગીરી કરે છે.
  • આ સમયગાળા દરમ્‍યાન સંબંધિત વિસ્‍તારની ભૌગોલિક અને સ્‍થાનિક પરિસ્થિતિના સંદર્ભમાં કઇ આપત્તિઓ જેવી કે વાવાઝોડુ, ધરતીકંપ, પૂર, આગ, આપત્તિજનક એકમોના સંદર્ભમાં જનરલ પ્રિન્‍સીપલ ઓફ સીવીલ ડીફેન્‍સ (જી.પી.સી.ડી.) ના માર્ગદર્શક-સૂચનાઓ ધ્‍યાનમાં લઇ સંબંધિત વિસ્‍તારનો પેપર પ્‍લાન બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
  • યુદ્ધ સમયે પ્રજાને ચેતવણી માટે ઉપયોગમાં લેવાતી એ.આર.પી. સીસ્‍ટમ (એર રેઇડ પ્રિકોઝન) સાથે સંકળાયેલ વિવિધ મથકોએ ગોઠવેલ સાયરનોનું નિયમિત ચેકિંગ અને ટેસ્‍ટીંગ, સંદેશા વ્‍યવહારના એચ.એફ. તથા વી.એચ.એફ. સેટોનું નિયમિત ચેકિંગ ઉપરાંત સી.ડી. સ્‍ટોર ખાતે રાખવામાં આવેલ નાગરિક સંરક્ષણના વિવિધ સેવાઓમાં ઉપયોગી સાધનોની જાળવણી અને મરામતની કામગીરી નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે.
  • કુદરતી અને માનવસર્જીત  આફતોમાં પણ નાગરિક સંરક્ષણના માનદ્પદાધિકારી/ સ્‍વયંસેવકો પ્રજાલક્ષી સેવાકીય કાર્ય કરે છે.
  • નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિના પ્રચાર-પ્રસાર માટે નાગરિક સંરક્ષણ માનદ્પદાધિકારીઓની મીટીંગોનું આયોજન યુનિટ કક્ષાએ કરવામાં આવે છે.
  • નાગરિક સંરક્ષણની અગત્‍યની વોર્ડન ડાયરી અને હાઉસ હોલ્‍ડર રજિસ્‍ટર બનાવવાની, અદ્યતન કરવાની અને નિભાવવાની કામગીરી કરવામાં આવે છે.
  • સેવાવાર નિમણૂકોનું લક્ષ્‍યાંક પૂર્ણ કરવાની કામગીરી તાલીમ અને ભરતીની પ્રક્રિયાથી કરવામાં આવે છે.
  • નાગરિક સંરક્ષણ દળનો સ્થાપના દિન ૬ઠ્ઠી ડિસેમ્બર છે. જેની ઉજવણી પસંગે રાજય/જીલ્લા કક્ષાએ સાપ્તાહિક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેવા કે, રુટમાર્ચ, રક્તદાન શિબિર , વૃક્ષારોપણ, ગામ સફાઇ, અને સેરીમોનિયલ પરેડ તથા નાગરિક સંરક્ષણની જુદી જુદી સેવાના રીહર્સલ યોજવામાં આવે છે. જેનાથી સભ્યોમાં એકતા અને નિષ્ઠાની ભાવના જાગે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પર્વની સેરીમોનિયલ પરેડમાં નાગરિક સંરક્ષણનાં જવાનોનો સમાવેશ કરવામાં આવે છે.

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 29-09-2016