હું શોધું છું

હોમ  |

નાગરિક સરંક્ષણ તંત્ર, ગુજરાત ગુજરાત રાજયની જનતા જો
Rating :  Star Star Star Star Star   

નાગરિક સરંક્ષણ તંત્ર, ગુજરાત

 

ગુજરાત રાજયની જનતા જોગ

આપણે સૈ જાણીએ છીએ કે આપણી સૌની ભૌતિક સુખસગવડો ને પહોંચી વળવા અને દેશની ઉદાર ઔદ્યોગિક નીતીને કારણે આપણા દેશમાં ઉધોગો હરણ ફાળની જેમ વિકાસ પામી રહયા છે. અને તેમાંય આપણાંગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં રાસાયણિક સંકુલો આવેલા છે.
 

આપણે વડોદરામાં આપણા જ વિસ્તારની વાત કરીએ તો બાજવા, કરચીયા, દશરથ, કોયલી ઉંડેરા અન્ે છાણી વિગેરેક ગામોની આજુબાજુ જી.એસ.એફ.સી. ગુજરાત રીફાઇનરી, આઇ.પી.સી.એલ., જી.એ.સી.એલ, હેવી વોટર જેવા મોટા રાસાયણિક સંકુલો આવેલા છે. તદઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અનેક રસાયણોનું પરીવહન થાય છે આ રાસાયણિક ઉધોગોમાં સુરક્ષાના તમામ પગલાં લેવા છતાં કોઇ વખત રસાયણોનું ગળતર થવું આગ અથવા ધડાકો થવો અથવા તો રોડ ઉપર રસાયણો ભરેલી ટેન્કરનું ઉથલી પડવું અથવા બીજા નાના મોટા અકસ્માત થઇ જતા હોય છે. આવા સમયે જે તે વિસ્તારના પ્રજાજનો ગભરાઇ જઇને, શું કરવુ શું ન કરવુ તેની વ્યથા અનુભવતા હોય છે. આવી હોનારત વખતે કયાં પગલા લેવા તે વિશેનું થોડુ પણ જ્ઞાન હોય તો તે સમાજને ખુબ ઉપયોગી થઇ પડે છે. અનેક માણસો અને મુંગા ઢોરઢાંખરના જાન બચાવી મોટો ઉપકાર કરી શકાય છે.
 

આગ અને આરોગ્યને હાનીકારક ગેસના ગળતર વખતે લેવાના સાવચેતીના પગલાં


રસાયણિક ઉદ્યોગોમાં જરૂરીયાત પ્રમાણે જુદા જુદા રસાયણો વપરાય છે રસાયણો તેના ગુણધર્મો પ્રમાણે જવલનશીલ, ઝેરી, જલદ અથવા નિષ્‍ક્રીય વાયુ પ્રકારના હોય છે. જવલનશીલ, પદાર્થો ઝડપથી આગ પકડે છે. જલદ પદાર્થ ચામડીના સંપર્કમાં આવે તો ચામડીને એકદમ નુકશાન પહોંચાડે છે. નિષ્કીય વાયુના લીકેજ વખતે આવા વિસ્તારમાં ઓકસીજનની અછત ઉભી કરે છે.
 

આગ અથવા ઝેરી ગેસના ગલતર જેવી રસાયણો ને લીધે ઉભી થતી હોનારત ને કંટ્રોલ કરતી વખતે જે તે રસાયણોના ગુણધર્મોને ધ્યાનમાં રાખવા જરુરી બને છે.રાસાયણિક પદાર્થને ઓળખ્યા વિના તેનીસાથે કામ કરવું ખુબ જોખમી બને છે. તેની સાથે કામ કરતા પહેલાં નાગરિક સરંક્ષણદળના દરેક સભ્યને તથા અન્ય મદદનીશ એજન્સીઓને આવા સમયે લેવામાં આવતા સામાન્ય સાવચેતીના પગલાંઓ વિશે માહિતી હોય તો તે ખુબ જ ઉપયોગી બને છે. અને પોતાનું રક્ષણ કરી શકે છે. તથા વધુ નુકશાન થતું અટકાવી શકે છે.

(1) એમોનિયા ગેસ (એન હાઇડસ) NH3 :-
 

(1) આ વાયુ રંગ વગરનો છે. જેથી આપણે જોઇ શકતા નથી. (ર) આની ગંધ તીવ્ર છે. (3) હવા કરતા હલકો છે. એટલે કે ઉંચે ઉડીને હવામાં મિશ્રીત થઇ જાય છે. (4) આંખમાં, નાકમાં, ગળામાં ચચરાટ થાય છે. (પ) ફાયરબ્રીગેડને જાણ કરો. ટેલીફોન નંબર-101- (6) જો આપબહાર હોતો નાક અને મોઢાં પર ભીનું કપડું કે રૂમાલ રાખવો વધુ લાભદાયી નીવડશે. (7) ગેસ ગળતરની દિશાથી જેટલુ દુર થઇ શકાય તેટલું જાઓ(8) પવન ની દીશા નકકી કરી, (જે ચીમનીના ધુમાડા, વરાળ, મંદીરની ધજા કે પછી પવનની દિશા સૂચક પરથી જાણી શકાય છે.) હવાની દીશાથી કાટ ખુણાની દીશામાં વધુ યોગ્ય રીતે આપ ગેસથી દુર જઇ શકશો. (9) દુર ઘટનાસ્થળથી બને તેટલી જલ્દી ઝડપી ચાલથી (દોડયા વિના અથવા કોઇપણ વાહનમાં શકય તેટલા દુર નીકલી જાવ અને કોઇ બંધ મકાનમાં આશરો લો. (10) જો આપ ઘરમાં હો તો મકાનના બારી બારણા બંધ રાખો. (11) આંખો અને મોઢું પુષ્કળ પાણીથી ધુઓ અને પહેરેલા કપડાં બદલી નાખોં. (1ર) બાંધેલા ઢોર ઢાંખર કે પાળેલા પ્રાણીઓને બંધનમાંથી મુકત કરો. (13) આપની સંપતિથી વધારે આપની ચિંતા કરો. (14) જો જગ્યા ખાલી કરવી પડે તો તૈયાર રહો તથા ઘરને તાળુ મારી બહાર આવીજાઓ. (1પ) સ્થિતિ નિયંત્રણ કરવામાં અગ્નિશામક તથા નાગરિક સરંક્ષણ દળના સભ્યોને મદદ કરો.(16) તમારા વિસ્તારમાં કરવામાં આવતી જાહેરાતો ધ્યાનથી સાંભળો અને તેનું ચુસ્તપાલન કરો. (17) અફવાઓ ઉપર ધ્યાન આપશો નહી તથા અફવાઓ ફેલાવશો નહી. (18) કોઇપણ સાર્વજનિક માર્ગમાં અવરોધ ઉભા ન કરો. (19) ગભરાવ નહી, શાંતચિત્ત રહો. (ર0) બીન જરુરી બધા જ લોકોને સ્થળ પરથી દુર કરો, વાહનોની અવર જવર અટકાવીદો. સંદેશા વ્યવહાર કરીને લાગતા વળગતા ઉદ્યોગને જાણ કરો. (ર1) ગળતર વાળી જગ્યાને કોર્ડન કરો તથા લોકોની અવર જવરને કંટ્રોલ કરો. (રર) આફત સમયે ગળતરની દીશામાં આવેલા સ્થળોમાં કામ કરતા લોકોને પણ થાળી ઢોલ વગાડીને જાણ કરો. (ર3) રેડીયો, ટીવી પરની સરકારી જાહેરાત ધ્યાનથી સાંભળો અને તેનુ ચુસ્ત પાલન કરીએ.
 

સ્વાસ્થ્યલક્ષી જોખમ :-
 

શ્વાસમાં ન જાય અને શરીરના સંપર્કમાં ન આવે તેનુ ધ્યાન રાખો, કયારેક જીવલેણ પણ નિવડે. આંખોમાં બળતરા થાય, ગુંગળામણ થાય, પાંપણો બંધ થાય, કફ ઊલ્ટી થાય એ એના લક્ષ્ણો છે.

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 08-04-2006