હું શોધું છું

હોમ  |

ધરતીકંપ સમયે
Rating :  Star Star Star Star Star   

નાગરિક સરંક્ષણ તંત્ર ગુજરાત

ધરતીકંપ સમયે ગુજરાત રાજય ની જનતા જોગ
 

કટોકટીના સમયની આવશ્યકતાઓ
 

મોટા ધડાકાભેર ધરતીકંપ થવા જેવી આપતીમાં ટ્રાફિકનું કામકાજ રોકવું જોઇએ કારણ કે અસરગસ્ત વિસ્તારમાં બચાવ ટુકડીને પહોંચાડવામાં કોઇકવાર સમય લાગે છે, તત્કાળ પુરવઠો એવીરીતે હાથ વગો જોઇએ કે જે આપતી સમયે આપના ઘરમાંથી ખસેડી શકાય.


જરૂર પડયે નીચેની જીવન જરૂરિયાતની સામગી હમેશાં એક પ્લાસ્ટીકની થેલીમાં તૈયાર અને હાથ વગી રાખો.


(1)    હાથ વગી રાખવા જેવી વસ્તુઓ :-

મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડ, જન્મપમાણપત્ર, માલીકીના દસ્તાવેજ, વસિયતનામું, રોકડા અને કેડીટ કાર્ડસ, મુલ્યવાન વસ્તુઓ, ઘરેણાનું લિસ્ટ, બેન્ક પાસબુક, ચેકબુક, સિકકો (સહી માટે) વિમા પોલીસીઓ, ડ્રાઇવીંગ લાયસન્સ, અગત્યના ટેલીફોન નંબરો.

(ર)    કપડાંઓ :-

અન્ડરવેર્સ, વધારાના કપડા, ગરમ કપડા, મોજા, જાડા તલીયાના બુટ, હેલમેટ, ચશ્માની વધારાની જોડ, સેનેટરી આઇટમ, સોય, દોરો, ઘડીયાળ સીસોટી, અથવા આપની ઉપસ્થિતિ બતાવે તેવા અન્યસાધનો, માથાપર છત તરીકે વાપરી શકાય તેવી વસ્તુ.


(૩) ફલેશલાઇટ :-

મીણબત્તી, બાકસ, બેટરી (ટોર્ચ ) , નવા સેલ

(૪) પાથમિક સારવાર માટે :-


રૂ, પાટા, દોરડું, દુઃખાવો મટાડે તથા બળતરા મટાડે તેવા એન્ટી બાયોટીક મલમ કાતર, આંખના ટીપા, ડેટોલ, બે્જોઇન, અધેશીવ ટેપ, સાબુ, નેપકીન, થર્મોમીટર , ટીસ્યુ પેપર, દર્દશામક દવાઓ, ઝાડા-ઉલ્ટીની દવા, દાંતનુ ચોકઠું (ગામના આરોગ્ય કેન્દમાં દાકતર ને પુછીને પાથમિક ઉપચાર બેગ તૈયાર કરવી) તેમજ હ્રદય રોગ લોહીનું ઊંચુંદબાણ કે ડાયાબીટીશની દવાઓ અંગેનુ ડોકટરનું પિસ્કીપશન.

 

(૫)    ટ્રાન્જીસ્ટર રેડીયો (બેટરીથી ચાલતો) નવા સેલઃ

 

(૬)    ખોરાક :-

 

નાસ્તાના પેકેટ, નાસ્તાના ડબ્બા બે ત્રણ દિવસ ચાલે તેવા નાસ્તા (થેપલા, ચેવડો વગેરે, દુધના પાવડરનો ડબ્બો, દુધની સીસી, ચોકલેટ કે પીપર મીન્ટ વોટર બેગ.


(૭) ત્રણ દિવસ ચાલે તેટલો રાધવો ન પડે તેવો (ફળ, સુખડી, ખાખરા) ખોરાકનો જથ્થો અને પીવાનુંપાણી એકઠું કરી રાખો.


જેવી કે, ઇલેકટ્રસીટી, પાણી, અનાજનો જથ્થો મેળવી ન શકાય માટે તમારા કુટુબને ત્રણ દિવસ ચાલે તેટલો જથ્થો એકઠો કરી રાખો.

 

ધરતીકંપ સમયે બચવાના પગલાઓ

 

આટલુ કરો

 

ભારે ધરતીકંપ થાય ત્યારે આપ શું પગલા લેશો ?
આપને ઇજા થવાનો આધાર આપે લીધેલા પગલાં પર નિધાર્રીત છે.

 1. માથે પડતી વસ્તુઓથી બચવા મજબુત લાકડાના પલંગ કે ટેબલ નીચે આશ્રય લો. અથવા ધાબળો કે એવી વસ્તુ માથે ઓઢી લો / વીટી લો.
 2. બહાર નિકળવાના દરવાજા તરફ આપની બારી અથવા બારણા ખુલ્લા રાખો.
 3. સીમેન્ટ કોકીંટના પાકા ગડર દીવાલો થી દૂર રહેવુ અને સાંકડી ગલીઓ થી દૂર રહેવુ, મોટા વજનદાર દરવાજાના થાંભલા, પીઢીયા નીચે ઉભા ન રહો.
 4. આશ્ર્ય સ્થળ પર પહોંચવા દોડો નહી. ચાલીને જાવ અને શકય હોય ત્યાં સમુહમાં રહો. ધરતીકંપના આંચકાઓના કારણે કયાંક ફસાઓ એટલે તુરત જ ખુલ્લી જગ્યામાં (મેદાનમાં) પહોંચવાનો પય કરો.
 5. ધરતીકંપ અંગેની પાકી અને સાચી માહિતી મેળવો અને બીન પાસાદાર અફવાથી દૂર રહો.
 6. ધરતીકંપનો આંચકો લાગે કે તુરત જ ઘરમાં બળતી, સળગતી વસ્તુઓ તુરત જ બુઝાવી દો. (જેમ કે મીણબત્તી, પ્રાઇમસ) અને આગ લાગેલી દેખાય તો તુરત જ બુઝાવી દો. આટલુ અવશ્ય બંધ કરશો. ગેસની સગડી, વિજળીની મેઇન સ્વીચ, પાણીની ચકલીઓ.
 7. ટેકરા પર્વતની નજીક હો અથવા કીનારા ઉપર ઉભા હો તો ધસી પડતી ભેખડોથી સાવચેત રહો.
 8. ઝખ્મી, ઇજા પામેલા લોકોની દરકાર લો. પાથમિક સારવાર આફો. ગંભીર ઇજા પામેલા માટે જ હોસ્પીટલની મદદ લો.
 9. ગભરાટમાં દોડા દોડી નહી કરી મુકો. ખોટી દોડા દોડીથી વધુ ઇજા થવાની શકયતા છે.
 10. જો તમે ફસાઇ પડયા હો તો મોટા અવાજે મદદની બુમ પાડો.

આટલું ન કરો :-

નજીક કે નીચે ન ઉભા રહેશો

 1. ઝાડ કે થાંભલા નીચે.
 2. વિજળીના તાર કે કોઇ પણ ઇમારત નીચે.
 3. ટેલીફોન ના થાંભલા કે ગ્લોસાઇન બર્ોડ નીચે.
 4. લીફટનો ઉપયોગ ન કરવો.
 5. પગથિયા ઇમારત નો નબળો ભાગ હોય છે તેના ઉપર બધા ઉભા ન રહો અને ત્યાં વજન ન વધારો.
 6. ધાબા ઉપર પાણીની ટાંકી તેની ક્ષમતાથી ઓછી ભરો.
 7. પગથિયા પર ભારે સામાન લઇને ન ઉતરો તથા દોડો નહી.
 8. અફવાઓ ન ફેલાઓ અને અફવાઓ સાંભળો નહી.

હૈદરાબાદની જાણીતી રિસર્ચ સંસ્થાના ડો.રસ્તોગીએ આપેલી માહિતી પમાણે વિનાશ કારી ભુકંપ જે 6 કે 7 થી વધારે તિવ્રતા વાળા હોય છે. તે 1પ થી રપ સેકન્ડ જેટલો લાંબો સમય ચાલતો હોય છે. આટલા સમયમાં ઘરની બહાર નીકળી જવા માટે પુરતો, સમય પણ મળે છે.

ભૂંકપ અને સમય વચ્ચેનો સંબંધ જાણો :-

ભૂંકપની તિવતા

સમય મયાર્દા

6 તીવ્રતા

10 થી 1પ સેકન્ડ

સૌથી નાનો ભુંકપ

1, ર કે 3 સેકન્ડ

6 થી વધુ

1પ થી ર0 સેકન્ડ

પ ની તીવ્રતા

પ, 10 કે 1પ સેકન્ડ

7 કે તેથી ઉપર

ર0 થી રપ સેકન્ડ

ભૂકંપ પાંચની તીવતા ઉપર જાય તો નુકસાન થઇ શકે છે. 6ની તિવ્રતામાં દીવાલો અને મકાનોમાં તિરાડ પડી શકે છે. જયારે 7 થી 8 તીવતાવાળો ભૂંકપ મોટો વિનાશ ર્સજી શકે છે.

ધરતીકંપના આંચકાથી ગભરાવાની જરૂર નથી. ગભરાવુ કે ભાગવું તે રસ્તો નથી. પણ....
વિચારો પૂર્વક પગલાંઓ લઇ....નુકસાન અટકાવવા પયો કરવા જોઇએ....

વારંવાર આપતા ભુંકપના આંચકાથી આપણે સજાગ થઇ, ભવિષ્યની ભુંકપની શકયતાઓ સામે ઉભા રહેવા કમર કસી ઉપાયો  આદરીએ...

લાતુર, કચ્છ, ભુજ અને અમદાવાદમાં થયું તેવુ નુકશાન થતું અટકાવવા આપણાં હયાત મકાનોને મજબુત બનાવવા, ભુંકપ સામે ટકકર ઝીલી શકે તેવા બનાવવા ઉપાયો કરીએ. અંગ્રેજીમાં તેને રેટ્રોફીટીંગ કહેવાય છે. તેને આપણે મજબુતી કરણ કહીશું હાલના મકાનોને પણ વૈજ્ઞાનિક પદ્વતિથી કડીયાઓ મજબુત કરી શકે છે.

જાપાનને કેલીફોનિર્યામાં વારંવાર ધરતીકંપ થાય છે છતાં લોકો તેની સામે ટકકર લેતા શીખ્યા છે ભાગ્યા નથી.

 • બીજા દેશોમાં લોકોએ શું શું કર્યુ છે તે જાણો.
 • હાલના સંકેતે સમજી લાંબા ગાળા માટે શું કરવુ જોઇએ તે અંગે સજજ થઇએ.
 • લોકો, સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, તજજ્ઞો, સામાજીક કાર્યકરો, યુવાનો સાથે મળી ભૂંકપ રક્ષણ અભિયાન ચલાવીએ.
 • હયાત ઘરોમાં દરેક ઓરડામાં સુરક્ષીત અને અસુરક્ષીત ભાગની જાણકારી ઘરના દરેક સભ્યોને કરવી અને ઘરમાંથી બહાર જવાનો રસ્તો કોઇ અડચણ વગરનો રાખવો.
 • કબાટો કે અભરાઇ પર મોટી ભારે વસ્તુ ન મુકો.
 • બહાર ગામ રહેતા કોઇપણ સંબંધી કે મીત્રનો ફોન નંબર ઘરના દરેક સભ્ય પાસે રાખો.
 • કબાટ, ટીવી જેવી વસ્તુઓ પડે નહીં એમ દિવાલ જોડે જકડી દો.
 • ગેલેરીમાં મુકેલા કુંડા કોઇપણ રાહદારીના માથા ઉપર ન પડે એવી રીતે રાખવા
 • કબાટના દરવાજા આંકડામારી બંધ કરો. જેથી ખુલી ન જાય અને અંદરની વસ્તુઓ બહાર ન પડે.
 • ભુંકપના આચકા આવતા ન હોય ત્યારે કાચની બારી, મોટા કબાટ, ઝુમ્મર, પંખાની નીચે ન ઉભા રહેવાનુ યાદ રાખો.
 • ઘરમાં ખુલ્લા વાયર કે જુનુ સડેલું વાયરીંગ હોય તો તરત જ બદલો.
 • ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે મોટા મકાનમાં લીફટનો ઉપયોગ ન કરવો. તે યાદ રાખો.
 • ઘરની અંદર સળગે તેવી વસ્તુઓ, કેરોસીન, ઓઇલ, પેટ્રોલ જંતુનાશક દવાઓ વગેરે સુરક્ષીત જગ્યાએ રાખો. શકય હોય તો કબાટમાં નીચે ખાનામાં જ રાખો.
 • જરુરી હથીયાર, પકકડ, સ્ક્રુ ડ્રાઇવર, પાનુ, કરવત, હથોડી, ત્રીકમ, પાવડો જે હોય તે બધું તાબડ તોબ મળે તે રીતે રાખો.
 • હયાત મકાનની એન્જીનીયર દ્વારા ચકાસણી કરાવવી જરૂરી એવા મજબુતી કરણનું કામ કરાવો.
 • ભુંકપમાં અગાસીની ઇટંની પાળીઓ સહેલાઇથી પડે છે. એની ઉંચાઇ 1 ફુટ થી વધારે ન રાખો. એની ઉપર હલકી લોખંડની જાળી વાપરો.
   

આજે જ નિર્ણય લઇએ હયાત ઘરોને મજબુત કરીએ
મજબુતી કરણ કોના માટે ? કુટુંબી જનોની સુરક્ષા માટે

 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 08-03-2016