હું શોધું છું

હોમ  |

આધુનિક યુદ્વ પદ્વતિઓ
Rating :  Star Star Star Star Star   

 

આધુનિક યુદ્વ પદ્વતિઓ :-

વર્ષો પહેલાંનું યુદ્વ સામ સામે, શસ્ત્રો દ્વારા લડવામાં આવતુ. બાદ પથ્થર યુગમાં પથ્થરના હથિયારો દ્વારા, ધાતુ યુગમાં યુદ્વની જરૂરિયાત મુજબ શસ્ત્રોમાં ફેરબદલ કરવામાં આવ્યા. જેમાં તલવાર, બચ્છી, કટીયાર, ભાલ, અને ધનુષ્ય બાણનો શસ્ત્ર તરીકે સામ સામેના યુદ્વમાં ઉપયોગ કરવામાં આવ્યો, ત્યાર બાદ પરિસ્થિતિ બદલાતાં વિજ્ઞાન વિકાસ થતા બોમ્બનો ઉપયોગ શરુ થયો. જેનો પથમ ઉપયોગ વિશ્વયુદ્વ-1 અને ર માં કરવામાં આવ્યો. જેમાં વિમાનો દ્વારા બોમ્બને એક જગ્યાએથી ઊપાડીને યુદ્વના ક્ષેત્રમાં ફેંકવાની પદ્વતિ હતી. ત્યારબાદ મીસાઇલયુગમાં નિમાર્ણ થતાં જરુરિયાત મુજબ મિસાઇલ બનાવવામાં આવ્યા અને જે એક જગ્યાથી શત્રુ રાષ્ટ્રના અગત્યના સ્થાનો ઉપર અચૂક હુમલો કરી શકે તે રીતે વિકસાવવામાં આવ્યા. હાલના યુગમાં આ મિસાઇલ પદ્વતિનો ઉપયોગ પ્રચલિત છે. જેમાં મિસાઇલ દ્વારા જરુરિયાત મુજબના બોમ્બ એક જગ્યાથી બીજી જગ્યા ઉપર નાંખી શકીએ છીએ, જેમાં હાઇડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બ, રાસાયણિક બોમ્બ, જૈવિક બોમ્બ વિકસાવવામાં આવ્યા જે અત્યંત ધળક સાબિત થયેલ છે. જેનીસામે પ્રતિકારરુપે એન્ટી મિસાઇલનુ નિમાર્ણ કરવામાં આવ્યુ. જેના દ્વારા મિસાઇલ ને હવામાં જ નાશ કરવાની પદ્વતિ વિકસાવવામાં આવેલ છે. પારંપરિક યુદ્વ સમય દરમ્યાન દુશ્મન રાષ્ટ્રની ગુપ્ત માહિતી ગુપ્તચરો દ્વારા મેળવી, તે પમાણે શત્રુ દેશ દ્વારા યુદ્વના કળા ઉપયોગ કરવામાં આવતો હતો. હાલના તબકકે યુદ્વ સમય દરમ્યાન વસાવેલ અને વિકસીત કરેલ રડાર યંત્ર દ્વારા આપણે શત્રુ દેશના હવાઇ હુમલાની તેમજ મિસાઇલ દ્વારા થતા હુમલાની માહિતી આગોતરી રીતે જાણી શકીએ છીએ. હાલમાં દુનિયામાં પ્રચલિત મુખ્ય ત્રણ પકારના યુદ્વો શત્રુ દ્વારા લડવામાં આવે છે. જેની ટુંકી વિગત નીચે મુજબ છે.
 

(1) પરમાણુ યુદ્વ (ર) રાસાયણિક યુદ્વ (3) જૈવિક યુદ્વ

પરમાણુ યુદ્વ :-

img1

આ યુદ્વ પરમાણુ બોમ્બ દ્વારા લડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ છે. જેમાં બોમ્બના હુમલાથી મોટા પ્રમાણમાં ધડાકો, પકાશ અને ગરમી ઉત્પન્ન થયા બાદ તરત જ અને સમયાંતરે રાસાયણિક આલ્ફા ગાળા, બીટા ન્યુટ્રોન કિરણો ઉત્પન્ન થાય છે. જે માનવ જાતે સૌ પથમ કિરણોત્સર્ગની બિમારી, બાદમાં થોડા સમય પછી વાળખરી જવા લોહી, પરિભ્રમણ બિમારી, બાદ સમય જતા એનીમીઆ, બ્લડકેન્સર,હાડકાનું કેન્સર જેવા જીવલેણ રોગ અને અંતમાં માનવજાતને વંશીય રોગો જન્મજાત મળતા રહે છે. જેનુ મુખ્ય ઉદાહરણ જાપાનના હિરોશીમાં અને નાગાસાકી નગરો ઉપર અમેરિકા દ્વારા પરમાણુ હુમલો કરતા  આ યુદ્વમાં (1)હવામાં (ર) જમીન ઉપર (3) જમીનની અંદર તથા (4) પાણીની અંદર થી હુમલાઓની શકયતા છે. આ પકારના યુદ્વમાં હુમલાથી બચવા માટે ના.સં.પ્લાન ને અમલમાં મુકવો જોઇએ. તથા ગીચ વસતી વિસ્તારોમાં બંકરો, ભૂગર્ભ બોગદાઓનુ નિમાર્ણ કરવુ જોઇએ, ઘાયલ લોકોની સારવાર માટે જરુરી દવાઓ, રસી અને સાધન સામગ્રીનો પુરવઠો હાથ ઉપર રાખવો જોઇએ. તેમજ આવશ્યક સેવાઓમાં ફરજ બજાવવા તથા માનદ સેવા સંગઠનોના અધિકારી / કર્મચારી / પદાધિકારીઓ / વિશિષ્ઠ વ્યકિતઓ માટે પેરાશુટની પણ વ્યવસ્થા રાખવી જોઇએ.

રાસાયણિક યુદ્વ :-

img2

આ પકારનુ યુદ્વ ભવિષ્યમાં નકારી શકાય નહી, જેમાં મુખ્યત્વે રાસાયણિક ગેસ કે જે પ્રવાહી, પદાર્થ અને  વાયુના રૂપમાં ઉપયોગમાં લઇ યુદ્વ લડવામાં આવે છે, આ યુદ્વનુ ઉદાહરણ સન ૧૯૫૧માં જર્મન આર્મી દ્વારા એલાઇડ આર્મી સામે યુરોપમાં લડવામાં આવેલ. જેમાં કલોરીન ગેસના ઉપયોગ દ્વારા શત્રુઓની મોટાપાયે જાનહાની કરવામાં આવેલ. આ ગેસોને પરસીસ્ટન્ટ (પ્રવાહી) રૂપ અને નોન પરસીસ્ટન્ટ (વાયુ) ગૃપોમાં વિભાજન કરવામાં આવેલ છે. જે તેના બંધારણ પમાણે માનવજાતને નુકશાન પહોચાડે છે. વધુમાં આ ગેસોમાં નર્વ ગેસ, બ્લીસ્ટર ગેસ, ચોકીંગ ગેસ, ટીઅરગેસ, નોઝ ગેસ અને હલુસીજનના વર્ગીકરણ દ્વારા માનવ શરીર ઉપર ની અસર પમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે. આ યુદ્વમાં હુમલો હવામાં થી જમીન ઉપર ગેસ દ્વારા તેમજ જમીન ઉપર ગેસ લીકેજ દ્વારા કરવામાં આવે છે. આ હુમલાના બચાવ કામગીરી માટે ના.સ.તંત્ર દ્વારા પ્રજાને જરૂરી જાણકારી અને માર્ગદર્શન આપવુ જોઇએ. ગીચવસ્તી વિસ્તારોમાં બંકરો / ભૂગર્ભનુ નિમાર્ણ કાર્ય ઉપરાતં જરૂરી દવાઓ, રસી અને મેડીકલ સાધન સામગીનો પુરવઠો હાથ ઉપર રાખવો જોઇએ. પ્રાથમિક સારવારના પગલાં તાજી હવા મળવી જોઇએ. સંપૂણ આરામ,દર્દીને હુંફાળો રાખવો જોઇએ. દર્દીને ગરમ, ગળ્યું પ્રવાહી આપવુ જોઇએ. અને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ હોય તો આર્ટીફીસીયલ શ્વાસ્છોશ્વાસ ના સાધન નો ઉપયોગ કરવો જોઇએ. અને રાસાયણ યુદ્વની જરુરી દવાઓનો ઉપયોગ પણ કરવો જોઇએ. દર્દીના કપડા દૂર કરવા જોઇએ. આંખમાં બળતરા થતી હોય તો શુદ્વ પાણીથી આંખો સાફ કરી દીવેલના તેલનો ઉપયોગ કરવો જોઇએ. ઉલ્ટીઓ થતી હોય તો ખારુ પાણી વધુ પમાણમાં પીવડાવવુજોઇએ.
 
જૈવિક યુદ્વ :-

આ યુદ્વમાં રોગ ઉત્પન્ન કરતાં જંતુઓ અને તેના ઉત્પાદન દ્વારા શત્રુ રાષ્ટ્રના માનવ જાત અને પાણી જાતને મૃત્યુ અને અપંગતા દ્વારા નુકશાન પહોંચાડવાનો ત્યાં પાકને નુકશાન કરવાનો મુખ્ય આશય હોય છે. જેમાં આ યુદ્વમાં સંકળાયેલ દેશ  દ્વારા શાંતિ સમય જૈવિક જંતુઓના ઔદ્યોગિક ઉત્પાદનની જેમ ખાનગી રાહે ઉત્પાદન અને રીસર્ચ કરવામાં આવે છે. અમુક ચોકકસ વિસ્તારમાં માનવજાત એક રોગથી માંદા પડે તો તે ઉપરથી આ પ્રકારના યુદ્વને જાણી શકતા જૈવિક યુદ્વમાં વપરાતા જંતુઓના ઉદાહરણ.

(ખ)    મનુષ્ય સામે

(1)    બેકટેરીઆ

 • બેસીલસ એન્થાસીસ (એન્થેસ)
 • સાલમોનેલા ટાઇકોઝ (ટાઇફોડ)
 • પસ્યુરેલ્લા પાસીલ (પ્લેગ)

(2)    વાયરસ

 • ઇન્ફલુએન્ઝ, વાયરસ (ઇન્ફ્લ્યુએન્ઝા)
 • વાયરસ ઓફ ઇન્ફેકટીવ હીપેટાઇટીસ (જોન્ડીઝ)
 • વેરીઓ ઇન વાયરસ (સ્મોલ પોકસ)

(3)    રીકટોનીઆ

 • રીકટીકલ પોસલ્ડ (એપેડીવીક ટાઇફસ)

(4)    ટોક્ષીન (જીવળમાંથી પેદા થતુ ઝેર)

 • બોટીનમ ટોક્ષીન (સેચ્યુસમ)
 • સ્ટાયલુન ટોક્ષીન (ફુડ પોઇઝનીંગ)

(ગ)    પાણી સામે

(1)    બેકટેરીઆ

 • બેસીલસ એન્થેસીઝ (એન્થેસ)
 • બેસલીન ગપ (કેટલ પ્લેગ)

(ઘ)    પાક અને ફૂલછોડ

 • મેટી મીન્યોસ્યોરીયમ ઓરીઝીન (ચોખા સામે)
 • પર્લકયુરીઆ ઓકઝીન (ચોખા સામે)
 • કરોનીલ એકટેરીઅમ સીપી ડોનીકળ (બટાકા સામે)

આ યુદ્વથી બચવા માટે તંત્ર દ્વારા રાસાયણિક યુદ્વ સામેના પગલાં જેવા જ પગલા લેવા જોઇએ, જેમાં નાગિરક તંત્ર લશ્કરી પોલીસ, અને આરોગ્ય સત્તાધીશ દ્વારા જરૂરી ચોકસાઇ અને પાણી તથા ખાદ્ય પુરવઠાની સલામતી માટેના પગલાં બેકટરોલોજીકલ એનાલીસીસ, અને પાણીનું કલોરીનેશન કરવુ જોઇએ.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 08-03-2016