હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

પ્રસ્તાવના:-

        સને ૧૯૬૨ માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર સને ૧૯૬૩ થી શરૂ કરેલ છે. આ તંત્ર શરૂ કરવાનો હેતુ યુધ્ધ દરમિયાન પજાના જાનમાલનું રક્ષણ કરવું અને ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત આફતો વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી / કર્મચારીઓ અને સીવીલ ડીફેન્સ વોલંટીર્યસ ખડે પગે કામગીરી બજાવે છે. ભારત સરકારશ્રી ગૃહ મંત્રાલયની સુચના અનુસાર આપણા રાજયમાં આ યોજનાનો અમલ સને ૧૯૬૩ ના વર્ષથી કરવામાં આવેલ છે.

       સને ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધ દરમિયાનના અનુભવોને લક્ષમાં લઇને ગુજરાત રાજયમાં નાગરિક સંરક્ષણ તંત્રને ખુબ જ મહત્વ આપીને ક્રમિક ધોરણે સુસજજ અને વેગવંતુ બનાવવામાં આવેલ છે. જેથી ભવિષ્યમાં આવી પડનાર કોઇ પણ પડકારને પહોંચી વળી શકાય.

 ૧)    કાર્યક્ષેત્ર :-

        ગુજરાત રાજયનો પશ્ચિમ વિભાગ લાંબા દરિયાઇ તેમજ સરહદી વિસ્તારવાળો છે. આ વિસ્તારમાં આવેલાં બંદરો, ઔદ્યોગિકએકમો તથા દેશના અન્ય ભાગમાં આવેલ મોટા ઉધોગો તથા સંરક્ષણની દ્રષ્ટિએ ગુજરાત રાજયના નીચે જણાવેલ શહેરોને કેટેગરી ૧ એ અને કેટેગરી ૨ ટાઉન અને ૩ તરીકે જાહેર કરવામાં આવેલ છે.

સીવીલ ડીફેન્સ કેટેગરી ૧ એ ટાઉન

સીવીલ ડીફેન્સ કેટેગરી ૨ ટાઉન

સી .ડી કેટેગરી ૩ ટાઉન

1

વડોદરા શહેર

1

અમદાવાદ શહેર

1

ભરૂચ

2

સુરત શહેર

2

ભુજ

 

 

 

3

કાકરાપાર

3

જામનગર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

4

કંડલા- ગાંધીધામ કોમ્પલેક્ષ

5

નલીયા

6

અંકલેશ્વર

7

ઓખા

8

વાડીનાર

9

ભાવનગર

 

 

 

 

 

 તાજેતરમાં ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્રારા નીચે મુજબના નવા સીવીલ ડીફેન્સ વર્ગીકૃત શહેરો તરીકે જાહેર કરેલ છે.

ગુજરાત રાજયમાં આ તંત્ર ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ આવેલ છે. જયારે રાજયમાં નાગરિક સંરક્ષણ તંત્રનો વહીવટ અધિક પોલીસ મહાનિર્દેશક કક્ષાના અધિકારી શ્રી ટી.એસ.બિષ્ટ, આઇ.પી.એસ. નિયામક તરીકે સંભાળે છે. તેઓની રાહબરી હેઠળ મુખ્ય મથકે સંયુક્ત નિયામક, તેમજ હિસાબી અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવે છે. નાગરિક સંરક્ષણના વર્ગીકૃત શહેરોમાં નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીના વડા છે. નિયંત્રક તરીકે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, જામનગર, કચ્છ-ભુજ, ગાંધીનગર, ભાવનગર જે નાગરિક સંરક્ષણની કામગીરી સંભાળે છે. 

અમદાવાદ શહેર, વડોદરા શહેર, જામનગર અને ભુજ, ગાંધીનગર, ભાવનગર ખાતે નાયબ નિયંત્રકશ્રી તરીકે મહેસુલ ખાતામાંથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવે છે. જયારે રાજયમાં ઉપર જણાવેલ સીવીલ ડીફેન્સ કેટેગરાઇઝડ ટાઉનમાં પોલીસ ખાતામાંથી પોલીસ ઇન્સ્પેકટરોને મુકીને ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર તરીકે નિમણુંક આપવામાં આવે છે. નાગરિક સંરક્ષણની વિસ્તુત રીતે તાલીમ આપવાના ઉદેશથી અમદાવાદ ખાતે એક રાજય કક્ષાની નાગરિક સંરક્ષણની તાલીમશાળા ઉભી કરવામાં આવેલ છે. આ તાલીમ શાળાના વડા તરીકે ડેપ્યુટી સુપીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( ડી.વાય.એસ.પી.) કક્ષાના સીનીયર અધિકારીની કમાન્ડન્ટ તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. રાજયપત્રિત અને બિન રાજયપત્રિત જગ્યાઓની વિગતવાર માહિતી દશાર્વતું (પત્રક ૧ સામેલ છે.)

સીવીલ ડીફેન્સ એક્ષર્ટનલ કોમ્યુનિકેશનના એચ.એફ.સેટ અને વી.એચ.એફ. સેટના અમલીકરણ અને સુવ્યવસ્થિત રાખવા સારૂ એક રેડીયો મીકેનીક અને વાયરલેસ ઓપરેટરો તેમજ રેડીયા ટ્રાન્સમીટર ઓપરેટરોની જગ્યાઓ પોલીસ ખાતાના કર્મચારીઓને નિમણુંક આપીને ભરવામાં આવે છે.

ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટરોએ તાલીમ સાથે સંકળાયેલ કામગીરી કરવાની હોય છે. જેવી કે, ડીવીઝન બનાવવા, સેકટરો બનાવવા, પોસ્ટવોર્ડનનની જગ્યાઓ નકકી કરવી, નકશા તૈયાર કરવા, અલગ અલગ સેવાઓ ના રજીસ્ટર તૈયાર કરવા, રજીસ્ટરમાં સ્વયંસેવકોની નોંધ કરવી, નિમણુંક પામેલા સ્વયંસેવકોને રૂબરૂમાં સંપર્ક સાધીને ખાસ તાલીમ લેવા ઇચ્છા ધરાવનાર સ્વયંસેવકોની યાદી બનાવી કચેરીમાં ભલામણ સાથે રજુ કરવી, ઔદ્યોગીક એકમો, સ્કુલો, કોલેજો, વોટર વર્કસ, સિનેમાઓ, દવાખાનાઓ, બેંકો, કોપોરેશનો, સરકારી, અર્ધસરકારી કચેરીઓ તથા સેવાભાવી સામાજીક સંસ્થાઓની તેમજ અગત્યના સ્થળોની મુલાકાત લેવી અને ત્યાં તાલીમના વગેરે ચલાવવા, પ્રમાણપત્ર, ઓળખપત્ર તેમજ પેપર પ્લાન, તૈયાર કરવા નિમણુંક પામેલ સ્વયંસેવકો પૈકી જે કોઇ મૃત્યુ પામ્યા હોય કે મકાન છોડી જતા રહયા હોય તો તેની યાદી તૈયાર કરી રજીસ્ટરમાંથી તેઓના નામ કમી કરી તેની જગ્યાએ નવા સ્વયંસેવકોની નિમણુંક કરવા અંગેની વિગેરે કામગીરી કરવાની હોય છે.

હવાઇ હુમલાની ચેતવણીનો સંદેશો એરફોર્સ સીગન્લ યુનીટ જામનગર તરફથી મળ્યેથી તે સંદેશો સીવીલ ડીફેન્સ યુનીટ, કેટેગરાઇઝડ ટાઉનને પહોંચાડવા સારૂં એક્ષટર્નલ વોર્નીગ સર્કીટ થી તમામ ટાઉનને સાંકળી લેવામાં આવેલ છે. હવાઇ હુમલાની ચેતવણી પ્રજાને આપવા સારૂ તમામ ટાઉનોમાં જુદા જુદા સ્થળોએ સાયરનો ગોઠવામાં આવે છે. અમદાવાદ, વડોદરા, જામનગર, ભુજ, ગાંધીધામ અને અંકલેશ્વર ખાતે એ.આર.પી. ઇકવીપમેન્ટ ગોઠવવામાં આવેલ છે. અને સાયરનોને તેની સાથે જોડાણ કરી કાર્યરત રાખવામાં આવેલ છે. નવી ફાળવેલ સાયરનો ૭૬૦ નંગ તમામ સાયરનો ગોઠવવામાં આવેલ  છે. સાયરનોની માહિતી દશાર્વતું પત્રક સામે છે. (પત્રક ૨)

      અમદાવાદ ખાતેના નાગરિક સંરક્ષણ ખાતાનો સીવીલ ડીફેન્સ કંન્ટ્રોલરૂમ લાલદરવાજા ખાતે હોમગાર્ડઝ બિલ્ડીંગમાં અન્ડર ગાઉન્ડ રૂમમાં બનાવવામાં આવેલ છે. જેનો સ્ટેટ કન્ટ્રોલરૂમ તરીકે પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એક્ષર્ટનલ કોમ્યુનીકેશન ફેસીલીટીઝ માટે મંજુર કરવામાં આવેલ ૧૦૦ વોટસ ના એચ.એફ.સેટ., વી.એચ.એફ.સેટ ઇકવીપમેન્ટ અનુક્રમે (૧) અમદાવાદ (૨) વડોદરા (૩) જામનગર (૪) વાડીનાર (૫) ઓખા (૬) ભુજ (૭) ગાંધીધામ (૮) નલીયા (૯) કાકરાપાર (૧૦) સુરત અને (૧૧) અંકલેશ્વર,(૧૨) ગાંધીનગર, (૧૩) ભાવનગર ખાતે ગોઠવવામાં આવેલ છે.

       શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપવાનું કામ તમામ સીવીલ ડીફેન્સ કેટેગરાઇઝ ટાઉનમાં ઇન્સ્ટ્રકટર કરે છે. અને જે તે ટાઉન માટે તેમના પેપર પ્લાન અનુસાર નકકી કરેલ સીવીલ ડીફેન્સ વોલંટીર્યસના ટારગેટ પમાણે વોલંટીર્યસ તૈયાર કરવામાં આવે છે. જનરલ પ્રીન્સીપલ ઓફ સીવીલ ડીફેન્સમાં કુલ-૨૭ સર્વીસીસ દશાર્વેલ છે. તે પૈકી ૧૨ સર્વીસીસ નીચે પમાણે બે વિભાગમાં વહેચવામાં આવેલ છે. ઓથોરાઇઝડ અનઓથોરાઇઝડ સર્વીસીઝની કામગીરી હોમગાર્ડઝ દ્રારા બજાવવામાં આવે છે.

ઓથોરાઇઝડ સીવીલ ડીફેન્સ સર્વીસીઝ

 

  અનઓથોરાઇઝડ સીવીલ ડીફેન્સ સર્વીસીઝ

1

હેડ કવાર્ટર સેવા

 

7

રેસ્કયુ સેવા

2

વોર્ડનન સર્વીસ

 

8

સપ્લાય સર્વીસ

3

કેજયુલીટી સેવા

 

9

સાલ્વેજ સેવા

4

કોમ્યુનીકેશન સેવા

 

10

વેલફેર સેવા

5

ફાયર ફાઇટીંગ સેવા

 

11

ડેપો અને ટ્રાન્સપોર્ટ સેવા

6

ટ્રેનીંગ સેવા

 

12

ક્રોપ્સ ડીસ્પોઝલ સેવા

 

 

 

 

નાગરિક સંરક્ષણ તાલીમશાળા, અમદાવાદે સને ૨૦૧૫-૨૦૧૬ના વર્ષ દરમ્યાન ચલાવેલ વર્ગો અને તાલીમાર્થીઓની માહિતી દશાર્વતું ( પત્રક ૩) સામેલ છે. આ ઉપરાંત નાગરિક સંરક્ષણ તાલીમશાળા દ્રારા રાજય બહાર નેશનલ સીવીલ ડીફેન્સ કોલેજ નાગપુર, મીલેટરી એન્જીન્યરીંગ કોલેજ પુના, તેમજ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ બેંગ્લોર ખાતે જુદા જુદા પકારના ચાલતા તાલીમ કોર્ષમાં સરકારી અર્ધસરકારી, તેમજ ઔદ્યોગીક એકમોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ માટે મોકલવામાં આવે છે જે અંગેનું (પત્રક-૪) આ સાથે સામેલ છે. તેમજ નાગરિક સંરક્ષણની ૧૨ સેવામાં વર્ષ ૨૦૧૬ દરમ્યાન નિમણુંક આપેલ ( પત્રક ૫) સામેલ છે.

              સને ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન ના યુધ્ધ દરમિયાન જનરલ પ્રીન્સીપલ ઓફ સીવીલ ડીફેન્સ અને માસ્ટર પ્લાન ઓફ સીવીલ ડીફેન્સમાં મુકરર કરેલ સ્કેલ પમાણે નાગરિક સંરક્ષણની જુદી જુદી સર્વીસ, કેજયુલીટી સર્વીસ, વિગેરે માટે વિવિધ પકારના ઇકવીપમેન્ટ ખરીદવામાં આવેલ છે. તે તમામ સીવીલ ડીફેન્સ કેટેગરાઇઝડ ટાઉનમાં જરૂરિયાત મુજબ ફાળવેલ છે. નાગરિક સંરક્ષણ ખાતાના વાહનો જેવા કે રેસ્કયુવાન, એમ્બ્યુલન્સ વાન, મોટર સાયકલ સને ૧૯૯૧-૯૨ ના વર્ષમાં તેમજ ૨૦૦૯માં ૧૪ ટાટા વિક્ટા તેમજ ૧ ટ્રાવેરા અને  ખરીદ કરેલ છે. તેની ફાળવણી જે તે સમયે યુનિટોમાં કરવામાં આવેલ છે. કેટેગરાઇઝડ ટાઉનમાં વાહનોની ફાળવણીની માહિતી દશાર્વતું (પત્રક-૬) સામેલ છે.

નાગરિક સંરક્ષણનો બહોળો પ્રચાર પ્રજામાં થાય તે સારૂ તેમજ આ તંત્રને વેગવંતુ  બનાવવા માટે દરેક સીવીલ ડીફેન્સ ટાઉનમાં દર વર્ષે ભારત સરકારના ગૃહ મંત્રાલયના સુચના અનુસાર દર વર્ષે ૬ ડીસેમ્બર માં નાગરિક સંરક્ષણ દિન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

નાગરિક સંરક્ષણ તંત્રનું મુકરર કરેલ આઇટમોનું ખર્ચ ભારત સરકારે વખતો વખત નકકી કરેલ  મુજબ ખર્ચ ભારત સરકાર ૨૫ ટકા અને રાજય સરકાર ૭૫ ટકા હાલમાં ભોગવે છે.

સને ૧૯૬૫ અને સને ૧૯૭૧ માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુધ્ધ દરમ્યાન તેમજ કુદરતી આફતો જેવી કે, પુર, વાવાઝોડું તેમજ માનવ ર્સજીત આફતો દરમ્યાન નાગરિક સંરક્ષણ ખાતાએ બજાવેલ કામગીરી ઉપરથી જણાવેલ છે કે નાગરિક સંરક્ષણ તંત્ર પ્રજાના જાન માલની તથા દેશના રક્ષણ માટે આકસ્મિક આફતો આવી પડે છે ત્યારે આવેલ મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ધણું જ મહત્વનું  છે.

 

 

 

પત્રક નં.

વર્ગીકૃત શહેરો માટે તંત્રમાં ખુટતા કાયમી સ્ટાફની વિગત

 

અ.નં.

જગ્યાનું નામ

મંજુર મહેકમ

ભરાયેલ

જગ્યા

ખાલી જગ્યા

રીમાર્કસ

સંયુક્ત  નિયામક વર્ગ-૧

    ૧

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

કમાન્ડન્ટ વર્ગ-૧

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

નાયબ નિયંત્રક વર્ગ-૧

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી રેવન્યુ ખાતામાંથી ભરવામાં આવે છે.

હિસાબી અધિકારી વર્ગ-૨

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી નિયામકશ્રી પગાર અને હિસાબી ખાતામાંથી ભરવામાં આવે છે.

ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર ( પો.ઇ.) વર્ગ-૨

૧૯

૧૧

૦૮

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

સ્ટેનો અંગ્રેજી ગ્રેડ-૨

સામાન્ય વહીવટી વિભાગમાંથી ભરવામાં આવે છે.

કચેરી અધીક્ષક  વર્ગ-૩

૦૦

બઢતીથી ભરવામાં આવે છે.

રેડીયો મીકેનીક વર્ગ-૩

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

વાયરલેસ ઓપરેટર વર્ગ-૩

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

૧૦

હેડ કલાર્ક વર્ગ-૩

બઢતીથી ભરવામાં આવે છે.

૧૧

એકા-કમ-ઓડીટર વર્ગ-૩

બઢતીથી ભરવામાં આવે છે.

૧૨

સીનીયર કલાર્ક વર્ગ-૩

૧૬

૦૫

૧૧

બઢતીથી ભરવામાં આવે છે.

૧૩

જુનિયર કલાર્ક/  વર્ગ-૩

૨૧

૧૪ 

૭ 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ભરવામાં આવે છે,.

૧૪

ડ્રાઇવર વર્ગ-૩

૧૨

૧૦

ખતા/આઉટસોર્સથી ભરવામાં આવે છે.

૧૫

આર.ટી.ઓlપરેટર વર્ગ-૩

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

૧૬

ઓર્ડરલી વર્ગ-૩

સદરહુ જગ્યા પ્રતિનિયુકતિથી પોલીસ ખાતામાંથી ભરવામાં આવે છે.

૧૭

પટાવાળા વર્ગ-૪

૧૨

૧૧

ખાતા/આઉટસોર્સથી ભરવામાં આવે છે.

૧૮

મેસેંજર વર્ગ-૪

૧૮

૧૫

ખાતા /આઉટસોર્સથી ભરવામાં આવે છે.

૧૯

ચોંકીદાર વર્ગ-૪

ખાતા /આઉટસોર્સથી ભરવામાં આવે છે.

૨૦

સ્વીપર વર્ગ-૪

ખાતા /આઉટસોર્સથી ભરવામાં આવે છે.

 

કૂલ

૧૩૨ 

૮૦

૫૨  

 

 

 

 

 

 

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 21-06-2018